Western Times News

Gujarati News

1951 થી 1995 સુધી એક જ નામથી ૪ ફિલ્મો બની

મુંબઈ,  ૧૯૫૧થી ૧૯૯૫ દરમિયાન ‘બાઝી’ નામથી ચાર અલગ-અલગ ફિલ્મો બની હતી, જેમાંથી માત્ર એક જ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પહેલીવાર ‘બાજી’ નામની ફિલ્મ બની તો તેણે બોક્સ ઓફિસ પર કમાણી મામલે ઈતિહાસ રચ્યો હતો, ત્યારબાદ જ્યારે પણ નિર્માતાઓએ આ જ નામની ફિલ્મો બનાવી ત્યારે તેમને નુકસાન જ સહન કરવું પડ્યું હતું.

બાજી નામની પ્રથમ ફિલ્મ ૧ જુલાઈ ૧૯૫૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે ગુરૂ દત્ત દ્વારા નિર્દેશિત ક્રાઈમ ડ્રામા ફિલ્મ હતી. તે દેવાનંદના પ્રોડક્શન હાઉસ નવકેતન ફિલ્મ્સની બીજી ફિલ્મ હતી. આ પહેલી ફિલ્મ હતી જેમાં દેવાનંદ તેમની રેપિડ-ફાયરની અનોખી શૈલી સાથે આવ્યા હતા.

તે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને ‘આવારા’ પછી ૧૯૫૧ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. બીજી વખત, ‘બાજી’ નામની ફિલ્મ ૧ નવેમ્બર ૧૯૬૮ના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી, જે મોની ભટ્ટાચારજી દ્વારા નિર્દેશિત Âથ્રલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, વહીદા રહેમાન, જોની વોકર, હેલન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીએ આપ્યું હતું.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે અસર કરી શકી નથી અને એવરેજ સાબિત થઈ છે. ત્રીજી વખત ‘બાજી’ નામની ફિલ્મ ૨૭ એપ્રિલ ૧૯૮૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેમાં પણ ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે રાજ એન. સિપ્પી દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર ઉપરાંત રેખા, મિથુન ચક્રવર્તી, રંજીતા, શક્તિ કપૂર, મદન પુરી અને મેક મોહન મહત્વની ભૂમિકામાં હતા.

આ ફિલ્મે પણ વધુ અસર ન કરી અને બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ. ચોથી વખત, ‘બાજી’ નામની ફિલ્મ ૧૪ એપ્રિલ ૧૯૯૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને તેની રિલીઝ સાથે જ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. દર્શકોને આ ફિલ્મ બિલકુલ પસંદ ન આવી. આ એક એક્શન Âથ્રલર ફિલ્મ હતી, જેનું નિર્દેશન આશુતોષ ગોવારીકરે કર્યું હતું અને આ ફિલ્મમાં આમિર ખાન સાથે મમતા કુલકર્ણી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.