Western Times News

Gujarati News

દેશમાં ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર ક્યુઆર કોડ લગાવાશે

નવી દિલ્હી, દેશમાં હવે ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. આ કોડને મોબાઈલ દ્વારા સ્ક્રેન કરતાંની સાથે પેકેટની અંદર રાખવામાં આવેલ સામાન સાથે જાેડાયેલી તમામ જાણકારી મોબાઈલ સ્ક્રીન પર જાેઈ શકાશે.

આ વ્યવસ્થા ખાસ કરીને જે લોકો નજીકથી નાના અક્ષરોને વાંચી શકતા નથી તેને ધ્યાનમાં રાખીને આવો ર્નિણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ખાદ્ય સામગ્રી સાથે જાેડાયેલ જાણકારીઓને સરળતાથી વાંચી શકાય.

આ બાબતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું હતું કે, ખાદ્ય પેકેટ પર ખાદ્ય સામગ્રી સાથે જાેડાયેલ દરેક જાણકારી પ્રિન્ટ કરાવવી જરુરી છે, પરંતુ ખાદ્ય સામગ્રીના પેકેટ પર આપવામાં આવતી આ માહિતી એટલા નાના અક્ષરોમાં લખેલી હોય છે, કે જેને વાંચવી ઘણી મુશ્કેલ હોય છે.

તેને જાેતા ખાદ્ય સામગ્રીના પેકેટ પર ઉત્પાદકોએ ક્યુઆર કોડ છાપવાનો રહેશે.જેથી કરીને દરેક લોકો સરળતાથી ખાદ્ય સામગ્રીના પેકેટ સાથે જાેડાયેલી તમામ વિગતો જાણી શકે.

ક્યુઆર કોડમાં ખાદ્ય સુરક્ષા સંબંધિત વિવિધ જાણકારી સામેલ હશે, જેમ કે તેનું નામ, પેકિંગ તારીખ, એક્સપાયરી ડેટ, તે શાકાહારી છે કે માંસાહારી છે.

આ સાથે તેમા સામેલ દરેક સામગ્રી વિશે માહિતી, પોષક તત્વો, એલર્જીની ચેતવણી સહિતની વિગતો સાથે ગ્રાહકોની પૂછપરછ માટેની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે હવે ક્યુઆર કોડમાં આ દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.