Western Times News

Gujarati News

ડોમ્બિવલીની એક બહુમાળી ઈમારતના તમામ ફ્લોર પર આગ

મુંબઈ, મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં ઈમારતના તમામ ફ્લોર આગની લપેટમાં આવી ગયા છે. હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

મુંબઈમાં ડોમ્બિવલી વિસ્તારમાં આવેલા એસ્ટ્રેલા ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં પાંચથી છ માળની ગેલેરી બળીને ખાખ થઈ ગઈ છે. હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ આગની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું છે. હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાયું છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.