Western Times News

Gujarati News

કુબેરનગરની સ્કુલોને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટીસો અપાઈ

સૈજપુરની મહાત્મા ગાંધી ફિઝિયોથેરપી કોલેજને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટીસ

કુબેનગર વિસ્તારની સેન્ટ જુલીયન્ટ પ્રાયમરી સ્કુલ, ટ્રી હાઉસ પ્લે સ્કુલ જ્ઞાનદીપ ગુજરાતી શાળા, આદર્શ પ્રાથમીક શાળા, તેજ કિરણ પ્રાયમરી સ્કુલ અને સનરાઈઝ ઈગ્લીશ મીડીયમ સ્કુલને પણ પ્રોફેશનલ ટેક્ષ ભર્યો ન હોવાથી સત્તાવાળાઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી.

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગત ૧ જાન્યુઆરી ર૦ર૪થી પ્રોફેશનલ ટેક્ષની વસુલાત માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત તંત્રએ ગગઈકાલે સૈજપુરની મહાત્મા ગાંધી ફીઝીયોથેરાપી કોલેજને બાકી પ્રોફેશનલ ટેક્ષની ભરપાઈ કરવા અંગે નોટીસ ફટકારતાં પ્રોફેશનલ ટેક્ષ ભરવાનું ટાળતા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ પેસી ગયો છે.

તંત્ર દ્વારા પ્રોફેશનલ ટેક્ષની વસુલાતને સઘન બનાવવા માટે ઝોન દીઠ ચાર ટીમ લેખે  ર૮ ટીમ બનાવાઈ છે. આ ટીમને જે-તે વોર્ડની ફાળવણી કરી કામગીરી સોપવામાં આવી છે. જેમાં તબકકાવાર મોટી પ્રોપર્ટી જેવી કે સ્કુલ અને કોલેજ, મોલ અને મલ્ટીપ્લેકસ વાહનોના ઓથોરાઈઝડ, ડીલર, પેટ્રોલ પંપ હોટલ અને રેસ્ટોરાં હોસ્પિટલ, મોટા ઔધોગીક એકમો તથા અન્ય મોટી પ્રોપર્ટીમાં તબકકાવાર રૂબરૂ સ્થળ તપાસ કરી પ્રોફેશનલ ટેક્ષ ન ભર્યા હોય કે અપુરતો ભર્યો હોય તેવા કિસ્સામાં નોટીસ ફટકારવામાં આવી રહી છે.

ગઈકાલે પ્રોફેશનલ ટેક્ષ વિભાગ દ્વારા કુલ રપ૬ પ્રોફેશનલ ટેકસધારકોના એકમોની રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત સૈજપુરની મહાત્મા ગાંધી ફીઝીયોથેરાપી કોલેજ પ્રોફેશનલ ટેક્ષ ભર્યો ન હોવાથી તેને નોટીસ ફટકારી પ્રોફેશનલ ટેક્ષ ભરવાની તાકીદ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કુબેનગર વિસ્તારની સેન્ટ જુલીયન્ટ પ્રાયમરી સ્કુલ, ટ્રી હાઉસ પ્લે સ્કુલ જ્ઞાનદીપ ગુજરાતી શાળા, આદર્શ પ્રાથમીક શાળા, તેજ કિરણ પ્રાયમરી સ્કુલ અને સનરાઈઝ ઈગ્લીશ મીડીયમ સ્કુલને પણ પ્રોફેશનલ ટેક્ષ ભર્યો ન હોવાથી સત્તાવાળાઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. તંત્રએ પ્રોફેશનલ ટેક્ષ ભર્યો ન હોય કે પછી અપુરતો ભર્યો હોય તેવા કિસ્સામાં કુલ ૧૦ર પ્રોફેશનલ ટેક્ષધારકોને નોટીસ ફટકારી હતી. અને કુલ રૂ.૪,ર૧,પ૯૪ની રિકવરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.