Western Times News

Gujarati News

BOSCH પાવર ટૂલ્સે દેશભરમાં કોર્ડલેસ પ્રોડક્ટ્સ માટે ઉપભોક્તા ઝુંબેશ શરૂ કરી

Bosch Power Tools Cordless Experience Zone

  • બોશ્ચ પાવર ટૂલ્સની સ્થાપના ભારતમાં 1993માં કરવામાં આવી હતી, જેણે હવે ભારતમાં ચુનંદા ચેનલ ભાગીદારો સાથે જોડાણમાં અનોખો સંપર્ક કાર્યક્રમ બોશ્ચ મતલબ કોર્ડલેસ શરૂ કર્યો છે.
  • તેનું લક્ષ્ય ઉપભોકતાઓને રાષ્ટ્રીય સ્તરે ચુનંદા ચેનલ ભાગીદારોમાં સ્વાયત્ત એક્સપીરિયન્સ ઝોન્સ સાથે તેમના નાવીન્યપૂર્ણ કોર્ડલેસ પાવર ટૂલ્સની રેન્જનો હાથોહાથનો અનુભવ મેળવવા અભિમુખ બનાવવાનું છે.
  • ઉપભોક્તાઓ બોશ્ચના નિષ્ણાતો સાથે એપ્લિકેશન કન્સલ્ટિંગ, તાલીમ, સેવા આધાર અથવા ગ્રાહકલક્ષી સર્વિસ સપોર્ટ મૂલ્યાંકન જેવી મૂલ્યવર્ધિતસેવાઓ માટે તેમની ટીમો અને વર્કમેન સાથે સહભાગી પણ થઈ શકે છે.

બેન્ગલોર, ભારત: બાંધકામ, વૂડવર્કિંગ અને મેટલવર્કિંગ ઉદ્યોગ માટે પાવર ટૂલ્સની સંપૂર્ણ શ્રેણી ઓફર કરતી પાવર ટૂલ્સ સેગમેન્ટમાં બજાર આગેવાન બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયાએ હાલમાં ભારતમાં ચુનંદા ચેનલ ભાગીદારોમાં કસ્ટમર એક્સપીરિયન્સ ઝોન્સ રજૂ કર્યા હતા. બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયાએ કોર્ડલેસ પાવર ટૂલ્સનો હાથોહાથનો અનુભવ મેળવવા માટે ટ્રેડ્સમેનને અભિમુખ બનાવવાના લક્ષ્ય સાથે તેમની ઝુંબેશ બોશ્ચ મતલબ કોર્ડલેસ હેઠળ આ એક્સપીરિયન્સ ઝોન્સ રજૂ કર્યા હતા.

ઉદ્યોગમાં ક્રાંતિ પાવર ટૂલ્સની કોર્ડલેસ રેન્જ ટ્રેડ્સમેન અને બ્લુ કોલરના શ્રમિકોને કાર્યક્ષમતા, પાવર સાથે બાંધછોડ કર્યા વિના વાયરો અથવા કેબલોની ખેંચ વિના કામ કરવાની સાનુકૂળતા આપે છે અને સુરક્ષા અને ઉત્તમ અર્ગોનોમિક્સના વધારાના લાભો આપે છે. લિથિય્મ- આયોન બેટરી પાવર્ડ સ્ક્રુડ્રાઈવર બોશ્ચ ગો, પુશ અને ગો ફંકશનાલિટી સાથે મોજૂદ સ્ક્રુડ્રાઈવરો કરતાં 4 ગણું વધુ સુવિધાજનક છે અને કોર્ડલેસમાં બોશ્ચની નાવીન્યપૂર્ણ ઓફરમાંથી એક છે. રેન્જમાં કોર્ડલેસ પાવર ડ્રિલ ડ્રાઈવરો, હાઈ પાવર ઈમ્પેક્ટ રેન્ચીસ, મજબૂત હેમર ડ્રિલ્સ, હાઈ સ્પીડ ઈમ્પેક્ટ ડ્રિલ્સ, એબીઆર અભિમુખ ઈમ્પેક્ટ ડ્રાઈવર્સ અને સાનુકૂળ ડ્રિલ ડ્રાઈવરો વગેરેનો સમાવેશ થાય છે. ટૂલ્સ ભારતીય ઉપભોક્તાઓને મેન્યુઅલ પ્રયાસોથી લઘુતમ અસ્વસ્થતા સાથે આસાનીથી કામ કરવાના પ્રયાસો કરવામાં મદદરૂપ થવા માટે મેન્યુઅલ ડિઝાઈનના શેપ અને સાઈઝની નજીક તૈયાર કરાયાં છે.

આ અ‌વસરે બોલતાં બોશ્ચ પાવર ટૂલ્સના ઈન્ડિયા અને સાર્કના રિજનલ બિઝનેસ ડાયરેક્ટર પાનિશ પીકેએ જણાવ્યું હતું કે કોર્ડસ કામગીરીનું ક્ષેત્ર મર્યાદિત બનાવે છે, જેને લીધે વાયરની લંબાઈ અને ઈલેક્ટ્રિક રિસેપ્ટેકલની પહોંચક્ષમતા દ્વારા લદાતી ખેંચમાં પરિણમે છે. બોશ્ચ પાવર ટૂલ્સની કોર્ડલેસ ઓફરની રેન્જ પાછળનો વિચાર ટ્રેડ્સમેન અને શ્રમિકો સામનો કરે છે તે વાયર્ડ ટૂલ્સના અ‌વરોધો અને અસુવિધાઓનો ઉકેલ લાવવાનો છે. બોશ્ચ મતલબ કોર્ડલેસ ઝુંબેશ સાથે બોશ્ચ પાવર ટૂલ્સ આજીવિકા માટે તેમનાં પાવર ટૂલ્સ પર નભતા દેશભરના હજારો ટ્રેડ્સમેનના જીવનમાં પરિવર્તન લાવવાનું છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારતનું રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર સરકાર અને  ખાનગી વર્ગ દ્વારા હાથ ધરવામાં આવતા સુધારાત્મક અને પરિવર્તનકારી પ્રોજેક્ટોને લીધે આમૂલ પરિવર્તન હેઠળ જઈ રહ્યું છે. બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયામાં અમે માનીએ છીએ કે નાગરિકોએ અત્યાધુનિક ઉપકરણોથી સશક્ત અને સુસજ્જ રહેવું જોઈએષ કારણ કે આ લોકો જ સંચાલન સ્તરે વાસ્તવિકતામાં ધ્યેય નિર્માણ કરે છે.

અચૂક મેકેનિક્સ અને ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ માટે વર્કશોપના સિદ્ધાંત પર 1993માં કામગીરી શરૂ કરતાં  કંપનીએ હંમેશાં તેના ઉપભોક્તાઓને બહેતર જીવન માટે પરવડનારાં નિવારણો આપ્યાં છે. ભારતમાં 25 વર્ષની કામગીરી પૂર્ણ કરતાં બોશ્ચ પાવર ટૂલ્સે કક્ષામાં અવ્વલ અને નાવીન્યતા રજૂ કરીને ઉદ્યોગમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે અને શોધ અને  વિકાસનો આ પ્રયાસ ચાલુ રાખશે. ગ્રાહક મૂળ વધે તેમ બોશ્ચ પાવર ટૂલ્સ નવી તકો નિર્માણ કરવા તેમના લોકો અને ભાગીદારો સથે કામ કરે છે ત્યારે તેનાં આધુનિક ટૂલ્સ આગામી વર્ષોમાં ભારતીય યંત્ર ઉદ્યોગમાં સહાય કરશે. બોશ્ચ પાવર ટૂલ્સની કોર્ડલેસ રેન્જ ભારતભરમાં મોટા ભાગનાં ચેનલ ભાગીદાર આઉટલેટ્સમાં પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.