Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજયમાં કાતિલ ઠંડી યથાવતઃ નલિયા ૯.પ ડિગ્રી ઠંડીમાં ધ્રુજયું

Files Photo

અમદાવાદ, હવે જયારે શિયાળો અડધાથી વધારે પુરો થઈ ચુકયો છે. અને માગશર અઅને પોષ આજે કડકડતી ઠંડીના મહીના પૈકી પોષ પણ અડધો પુર્ણ થવા જઈ રહયો છે. તેવા સમયે અમદાવાદ સહીત રાજયમાં ઠંડીએ જોર કર્યું છે. ગતી ધરાવતા ઠંડાગાર પવન તેમજ બેઠી ઠંડીના કારણે લોકો ધ્રુજારી અનુભવી રહયા છે. હંમેશની જેમ આજે પણ નલીયયા રાજયનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું.

નલીયાવાસીઓ ૯.પ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા. અમદાવાદ માટે આજનો દિવસ પણ ઠંડીનો અનુભવ કરાવનારો રહયો હતો. શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. ગઈકાલે અમદદાવાદમાં ૧૧.પ ડીગ્રી ઠંડી નોધાઈ હતી. જોકે આજે બેઠી ઠંડીના મામલે લોકોએ આંશિક રાહત અનુભવી હતી. કેમ કે આજે શહેરમાં ૧ર.૭ ડીગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોધાયું હતું. જોકે સવારથી શહેરમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું.

જે ૮.૦૦ વાગ્યા બાદ ધીમે ધીમે દુર થયું હતું. સ્થાનીક હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હાલની ઠંડી જળવાઈ રહે તેમ લાગે છે. આગામી ર૯ જાન્યુઆરી સુધી શહેરમાં ઠંડીનો પારો ૧૩થીફ ૧૪ ડીગ્રીનો વચ્ચે રહેશે. જયારે ગઈકાલે ર૮.૩ ડીગ્રી સેલ્સીયા મહત્તમ તાપમાન નોધાયું હતું. જે સામાન્ય કરતા એક ડીગ્રી ઓછું હતું. શહેરમાં તા.ર૯થી૩૦ ડીગ્રીની વચ્ચે ગરમી રહે તેવી સ્થાનીક હવામાન વિભાગની આગાહી છે.

જોકે હવે કમોસમી વરસાદની કોઈ શકયતા રહેતી ન હોઈ આગામી તમામ દિવસોમાં શહેરોનું આકાશ સ્વચ્છ રહેશે. આજે પણ આકાશ સ્વચ્છ રહીને સુર્યનારાયણ વાદળોમાંથી દેખા દીધી હતી. રાજયમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીની તીવ્રતામાં કોઈ ઉલ્લેખનીય ફેરફાર થવાની નથી. ત્યારબાદ લઘુત્તમ પારો બેથી ત્રણ ડીગ્રી ઉપર ચડશે. બીજા અર્થમાં ૭ર કલાક પછી રાજયમાં ઠંડીનું જોર ઘટશે તેવી સ્થાનીક હવામાન વિભાગની આગાહી છે.

રાજયનાં અન્ય પ્રમુખ શહેરીની ઠંડી તપાસીએ તો અમદાવાદ કરતા ગાંધીનગરમાં આજે ઠંડીનો કહેર વધુ હતો. પાટનગરવાસીઓ ૧૦.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડીમાં કંપી ઉઠયા હતા. ગાંધીનગર બાદ વડોદરામાં ઠંડીએ સપાટો બોલાવ્યો હતો. વડોદરામાં ૧૧.૬ ડીગ્રી સેલ્સીયાસ ઠંડી પડી હતી. જે સામાન્ય કરતાં એક ડીગ્રી ઓછી હતી. ડીસામાં પણ ૧૧.૭ ડીગ્રી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા હતા.

અમરેલીમાં ૧૩,ભાવનગરમાં ૧૩.૬ ભુજમાં ૧૩.ર, દિવમાં ૧૪.૬, દ્વારકામાં ૧૭.૪, કંડલામાં ૧પ.ર, ઓખામાં ર૦.૩ પોરબંદરમાં ર૩.૬ રાજકોટમાં ૧૩, સુરતમાં ૧૭, સુરેન્દ્રનગર ૧૪.૭ અને વેરાવળમાં ૧૭ ડીગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન નોધાયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.