Western Times News

Gujarati News

અમદાવાદમાં મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર એસિડથી હુમલો કર્યો

અમદાવાદ, અમદાવાદમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બ્રેકઅપ બાદ એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર એસિડથી હુમલો કર્યો છે. મહિલા પ્રેમી દ્વારા સંબંધ ખતમ કરાતા નારાજ હતી.

અલગ-અલગ સમુદાયથી જાેડાયેલા મહિલા અને પુરૂષની પ્રથમ મુલાકાત બસમાં થઈ હતી. પોલીસે ઘટના બાદ મહિલા વિરુદ્ધ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહિલા એએમટીએસમાં કામ કરતા પુરૂષની સાથે આઠ વર્ષથી સંબંધમાં હતી. મહિલા દ્વારા એસિડ હુમલો કરાતા પૂર્વ પ્રેમીના ચહેરાને નુકસાન થયું છે.

કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના બાપુનગર વિસ્તારની એવરેસ્ટ સોસાયલીમાં રહેતા રાકેશ બ્રહ્મભટ્ટ ૨૬ વર્ષથી એએમટીએસમાં છે અને વર્તમાનમાં કાલુપુરમાં અમદાવાદ રેલવે સ્ટેશનની સામે તેની નિયંત્રણ કેબિનમાં તૈનાત છે. ૨૭ જાન્યુઆરીએ જ્યારે રાકેશ બ્રહ્મભટ્ટ (૫૧) કંટ્રોલ કેબિનમાં ડ્યુટી પર હતા, ત્યારે જુહાપુરામાં આયશા મસ્જિદની પાસે અંજુમ પાર્કમાં રહેતી મહઝબીન છુવાના (૪૦) એ રાકેશ બ્રહ્મભટ્ટ પર એસિડ હુમલો કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે આ મામલો એક્સ્ટ્રા મેરિટલ અફેરનો છે. પહેલાથી પરીણિત રાકેશ બ્રહ્મભટ્ટના પરિવારને જ્યારે ખબર પડી કે તેના મહઝબીન સાથે સંબંધ છે તો તેણે તેનાથી અંતર બનાવી લીધુ હતું. મહઝબીનથી આ સહન થયું નહીં અને તેણે એસિડથી હુમલો કરવાનું નક્કી કર્યું હતું.

રાકેશ બ્રહ્મભટ્ટે પોલીસને જણાવ્યું કે મહઝબીન સાથે મુલાકાત એએમટીએસની બસમાં થઈ હતી. જેમાં તે હંમેશા યાત્રા કરતી હતી. ત્યારબાદ બંને નજીક આવ્યા અને પ્રેમ થઈ ગયો હતો. બંનેએ આઠ વર્ષ સુધી પોતાનો સંબંધ રાખ્યો પરંતુ તેમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે બ્રહ્મભટ્ટની પત્નીને તેના વિશે જાણ થઈ તો તેણે મહઝબીન સાથે સંબંધ તોડવો પડ્યો હતો. બ્રહ્મભટ્ટને અમદુપુરાના જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બ્રહ્મભટ્ટ પરીણિત છે, તો મહઝબીન બે બાળકોની માતા છે.

બ્રહ્મભટ્ટે પોતાની એફઆઈઆરમાં કહ્યું કે મહિલાની સાથે મીત શર્મા નામનો એક વ્યક્તિ હતો, જેણે કથિત રીતે તેને ડબ્બો સોંપ્યો હતો. પોલીસની તપાસમાં ગુનાના સમયે ઘટનાસ્થળ પર શર્માની હાજરી મળી નથી. શર્મા મહઝબીન છુવારાના ફેસબુક મિત્રોમાંથી એક છે અને તેના સેલ ફોન લોકેશન અનુસાર તે ઘટના સ્થળે હાજર નહોતો. કાલુપુર પોલીસના ઈન્સ્પેક્ટર એસ એ કરમૂરે કહ્યું કે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

તે બ્રેકઅપ બાદ અપમાનિત થયાનો અનુભવ કરી રહી હતી. ત્યારબાદ બ્રહ્મભટ્ટ પર હુમલો કરવાનો ર્નિણય લીધો હતો. પોલીસ અનુસાર મહઝબીન વિરુદ્ધ ગંભીર ઈજા પહોંચાડવા માટે તેજાબ ફેંકવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.