Western Times News

Gujarati News

એઈમ્સ હોસ્પિટલે દર્દીઓને ડ્રોન મારફતે દવા પહોચાડવાની સફળ ટ્રાયલ કરી

ઈમરજન્સી કેસમાં સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડાઈ

રાજકોટ, રાજકોટ નજીકામ પરાપીપળીયા ખાતે કરોડોના ખર્ચે નિર્માણધીન એઈમ્સના લોકાર્પણ માટેની જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. આ દરમ્યાન ઈમરજન્સી કેસોમાં દર્દીઓ સુધી તાકીદના ધોરણે ડ્રોન મારફતે દવાઓ પહોચે તે માટે ગઈકાલે ડ્રોન ઉડાડી સફળ ટ્રાયલ કરવામાં આવી હતી. AIIMS Hospital conducted a successful trial of delivering medicine to patients via drones Rajkot Gujarat

આ અંગે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવયું હતું કે એઈમ્સ દ્વારા ગઈકાલે સરદપડથી ડ્રોન ઉડાડી આ ડ્રોન મારફતે ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ તાબડતોબ પહોચાડવામાં આવી હતી. જયારે આવતીકાલે ડ્રોનની બીજી ટ્રાયલ પણ કરવામાં આવનારીર છે.

એઈમ્સના સુત્રોએ આ બાબતે પુષ્ટી કરતા જણાવ્યું હતું કે ઈમરજન્સી કેસોમાં એઈમ્સ દ્વારા ૪૦ કિ.મી. સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફતે દર્દીઓને દર્દીઓ સુધી આગામી સમયમાં દવાઓ પહોચાડાશે. જયાં કનેકટીવીટી નથી અને દર્દીઓને ઈમરજન્સીમાં દવાની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોચતી કરવા માટે આયોજન ઘડી કાઢવામાં આવેલ છે.

એઈમ્સના સુત્રોએ એવું પણ વિશેષમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સરપદડથી ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી હવાઈ માર્ગે ડ્રોન મારફત ૩૦ કિલો દવા પહોચાડેલા હતી. આ ડ્રોન પ૦ કિલો સુધી દવાઓ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં આ ડ્રોન સેવા માટે એજન્સી નકકી થયે ૪૦ કિલોમીટર સુધીના વિસ્તારોમાં આ સેવાને આવરી લેવામાં આવશે.

અહી એ ઉલ્લેખનીય છે કે એઈમ્સ ખાતે હાલ ઓપીડીની સેવાનો દર્દીઓ લાભ લઈ રહયા છે. આગામી સમયમાં પ્રથમ તબકકામાં રપ૦ બેડની હોસ્પિટલનો પ્રારંભ થનાર છે. એઈમ્સનું લોકાર્પણ સંભવત આગામી ફેબ્રુઆરી માસમાં કરવામાં આવનાર છે.

તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજકોટની લીધેલી મુલાકાત દરમ્યાન એઈમ્સના નિર્માણ કાર્ય અંગેની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન હવે એઈમ્સ દ્વારા એઈમ્સથી ૪૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓઅ માટે દવાઓના જથ્થો પહોચાડવા માટે ડ્રોન સેવા પણ શરૂ કરવામાં આવનાર છે. જેનું પ્રથમ સફળ ટ્રાયલ ગઈકાલે સરપદંડથી ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી કરી દેવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.