Western Times News

Gujarati News

દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી મળશે: મધ્‍યમવર્ગને ફાયદો

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાડાશે : ઉર્જા ક્ષેત્રે દેશ બનશે આત્‍મનિર્ભર

નવી દિલ્‍હી તા. ૧ : બજેટ ૨૦૨૪માં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો અને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ યોજના હેઠળ, જેમના ઘરે સોલાર સિસ્‍ટમ લગાવવામાં આવી છે તેમને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અયોધ્‍યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ આ યોજનાની જાહેરાત કરી હતી અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે. Suryodaya! Through rooftop solarisation, 1 crore households will be enabled to obtain up to 300 units of free electricity every month.

કેન્‍દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કર્યું. આ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મફત વીજળીને લઈને મહત્‍વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દર મહિને લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. સરકાર ઉર્જા સુરક્ષા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે અને નાણાકીય ક્ષેત્રે ᅠમાંગને પહોંચી વળવામાં મદદ કરશે.ᅠ

નાણામંત્રીએ કહ્યું કે એક કરોડ પરિવારોને મફત વીજળીનો લાભ મળશે. આ એવા પરિવારો હશે જેઓ તેમના ઘરની છત પર સૌર ઉર્જા ગોઠવે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે.

પીએમ મોદીની મહત્‍વાકાંક્ષી સૂર્યોદય યોજના સાથે જોડાયેલી મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે આ યોજના પર કામ જલ્‍દી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આના દ્વારા સૌર ઉર્જા દ્વારા એક કરોડ ઘરો દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મેળવી શકશે. ૧૫-૧૮ હજાર રૂપિયાની બચત થશે.

દેશના ગરીબ અને મધ્‍યમ વર્ગને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ મળશે. આ યોજના અંગે ખુદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ એક્‍સ પર પોસ્‍ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્‍યું કે આ યોજનાથી ભારત ઉર્જા ક્ષેત્રે આત્‍મનિર્ભર બનશે. તેમણે ટ્‍વિટર પર લખ્‍યું, ‘આજે, અયોધ્‍યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, મારો સંકલ્‍પ વધુ મજબૂત થયો છે કે ભારતના લોકો તેમના ઘરની છત પર પોતાની સોલાર રૂફટોપ સિસ્‍ટમ હોવી જોઈએ.

અયોધ્‍યાથી પરત ફર્યા પછી, મેં લીધેલો પ્રથમ નિર્ણય એ છે કે અમારી સરકાર ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ ૧ કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્‍યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.