Western Times News

Gujarati News

કચ્છમાં ફરી ૪.૧ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ભૂજ, કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે સવારે ૮.૦૬ કલાકે ૪.૧નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. કચ્છમાં અગાઉ ૨૮મી જાન્યુઆરીએ ૪.૭ અને ૬ જાન્યુઆરીએ ૪.૧નો આંચકો અનુભવાયા હતા.

કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. ૨૦૨૨માં ૪થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો.

૨૦૨૩માં ગુજરાતમાં ૪.૦થી વધુ તીવ્રતાના ૪ ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં ૨, ખાવડા પંથકમાં ૧, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે ૨૦૨૧માં ૪.૦ની તીવ્રતાના ૭ ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.