Western Times News

Gujarati News

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 16 ફેરીબોટના લાયસન્સ સસ્પેન્ડ

ઓખા, ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વીસમાં મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરતા ૧૬ જેટલી બોટોને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

મળતી માહિતી મુજબ ૧૬ બોટો પૈકી દરૂદ, યા અલી મદદ, અલખનંદા, મહાસાગર, મહેસુબુબે કિરમાણી, રૂકનશા કા વસીલા, નબવી, શિવધારા રામરાજ, મહાહાલ રઘુવીઘ હાજી કિરમાણી મદદ સૈયદ પીરકા વસીલા, એકતાને અફસરા બોટ ચાલકોએ પેસેન્જર પાસેથી ઓખા જેટી પર પહોચ્યા પહેલા લાઈફ જેકેટ ઉતારી લીધા હતા.
આ નિયમોના ભંગ બદલ તેમજ અલ જાવીદ નામની બોટે જેટીની દીવાલોને નુકશાન થાય તે રીતે બોટ લાંગરવા બદલ દંડ ફટકારાયો છે.

કુલ ૧૬ બોટ માલીકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતા તમામ ૧૬ બોટોના પુરાવા ના આગલા આદેશ ન થાય ત્યાં સુધી અચોકકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે રૂપિયા પ૦૦ નો રોકડ દંડ પણ ફટકારાયો છે.

ઉલ્લેખનીય છેકે, વડોદરા બોટ દુર્ઘટના બાદ રાજયભરમાં ચાલતી પેસેન્જર બોટમાં સુરક્ષાના માપદંડો કડક બનાવી દેવાયા છે. જે અનુસંધાને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટો વિરૂધ્ધ છેલ્લા એક માસમાં જ ૩૦થી વધુ ફેરીબોટ વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.