Western Times News

Gujarati News

અજીત પવારનું જૂથ જ અસલી NCP, ચૂંટણી પંચનો શરદ પવારને ઝટકો

શિંદે જૂથને શિવસેનાનું પ્રતીક અને અજીત પવારને એનસીપીનું ચિન્હ મળતાં લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રચાશે

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને પછાડી એનસીપીના અસંતુષ્ટ ધારાસભ્ય તથા શિવસેનાના અસંતુષ્ટ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ એકસૂત્ર થઈ સરકારની રચના કરતાં કેટલાક રાજકીય વિવાદો સર્જાયા હતાં. જેમાં એનસીપી અને શિવસેના જૂથના મોટાભાગના ધારાસભ્યો નવી સરકારમાં સામેલ થતાં જ તેઓએ પક્ષના ચિન્હ પર દાવો કર્યાે હતો.

તાજેતરમાં જ ચૂંટણીપંચે શિવસેનાને ઝટકો આપ્યો હતો અને શિંદે જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. તેથી શિંદેને શિવસેનાનું પ્રતીક મળ્યું છે. બીજી બાજુ, એનસીપીના અસંતુષ્ટ અજીત પવારે પણ એનસીપીના ચિન્હ પર દાવો કર્યાે હતો. આજે ચૂંટણીપંચે અજીત પવારના જૂથને જ અસલી એનસીપી ગણાવી આ જૂથને એનસીપીનું નામ અને ચિન્હ ફાળવ્યું છે. જેનાથી રાજકારણના ચાણક્ય ગણાતાં શરદ પવારને મોટો ફટકો પડ્યો છે.

મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક એનસીપી જાહેર કરી છે. આ નિર્ણય દિગ્ગજ રાજકારણી અને અજીતના કાકા શરદ પવાર માટે મોટો ફટકો છે. માહિતી અનુસાર, છ મહિનાથી વધુ ચાલેલી ૧૦ થી વધુ સુનાવણી પછી, ચૂંટણી પંચે એનસીપીમાં વિવાદનું સમાધાન કર્યું અને અજિત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે દ્ગઝ્રઁઁનું નામ અને ચૂંટણી ચિન્હ ‘ઘડીયાળ’ અજિત પવાર પાસે રહેશે.

ચૂંટણી પંચ નામનો દાવો કરવા માટે ત્રણ પસંદગીઓનો એક વખતનો વિકલ્પ પૂરો પાડે છે. આ માટે ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સિવાય શરદ પવાર ચૂંટણી પંચના નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

ગયા વર્ષે, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી, જ્યારે અજિત પવારે એનસીપી સામે બળવો કર્યો હતો. પાર્ટીમાં વિભાજન થયા બાદ દ્ગઝ્રઁ પર અંકુશ મેળવવા માટે કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. અજિત પવાર જૂથે ચૂંટણી પંચમાં એફિડેવિટ દાખલ કરી છે. તે જ સમયે, શરદ પવાર કેમ્પે પણ ચૂંટણી પંચમાં એક અરજી દાખલ કરીને વિનંતી કરી હતી કે પક્ષની લડાઈ અંગે કોઈપણ સૂચનાઓ પસાર કરતા પહેલા તેમને સાંભળવામાં આવે. આ પછી, ચૂંટણી પંચે દસ્તાવેજોની તપાસ કરી અને બંને પક્ષોની દલીલો સાંભળી.

અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને ૬ મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૩માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી જેમા તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા. શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણી પંચમા પડકાર્યો હતો અને પોતાને જ અસલી શિવસેના ગણાવી હતી જેની પર આજે ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો.

ગત વર્ષે અજીત પવારે બગાવત કરતા એનસીપીના બે ભાગ પડી ગયા. તેમણે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને સમર્થન કરતા અજીત સહિત અનેક ધારાસભ્યો શિંદેની સરકારમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ અજીતની પાર્ટી પર અધિકારનો દાવો કર્યો હતો અને તેમના જૂથને અસલી એનસીપી ગણાવી હતી. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે પણ અજીત જૂથને અસલી એનસીપી કરાર આપ્યો હતો.

આ નિર્ણયને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે ચૂંટણી પંચે અજીત જૂથને અસલી એનસીપી ગણાવતા શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોઈપણ પાર્ટીનો ‘અસલી બોસ’ કોણ હશે ? તેનો નિર્ણય મુખ્ય ત્રણ બાબતો પર આધારીત હોય છે. – પ્રથમ એ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યા જૂથ પાસે વધુ છે. -બીજુ એ કે ઓફિસના પદાધિકારી કોની પાસે વધુ છે અને ત્રીજુ એ કે સંપત્તિ કોની પાસે છે.

જો કે ક્યાં ગૃપને પાર્ટી ગણવામાં આવશે? તેનો નિર્ણય સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના બહુમતના આધારે થાય છે.જેમકે જેની પાસે વધુ સાંસદ અને વિધાયક હોય છે તેને પાર્ટી માનવામાં આવે છે. એનસીપી અને શિવસેનામાં આ જ આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.