Western Times News

Gujarati News

શાળાના વિદ્યાર્થીઓને ભૂકંપ અને આગ જેવી ઘટનાની સમજ આપવા મોકડ્રીલ યોજાઈ

ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજવામાં આવ્યું

(પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત ‘શાળા સલામતી સપ્તાહ’ ની ઉજવણીનાં ભાગરૂપે ભૂકંપ આપદા અને આગ લાગવાની આપદાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. Mock drills were conducted to give students an understanding of events like earthquakes and fires

જેમાં ૧૦૮ સેવાની ટીમ દ્વારા તથા સાયણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટનાં સભ્યો દ્વારા માર્ગદર્શન સાથે મોકડ્રીલની ભૂમિકા નિભાવવામાં આવી હતી. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની બનેલી આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા રાહત-બચાવ કામગીરીની ભૂમિકા ભજવવામાં આવી હતી.

ગામનાં સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સહુને સલામતીનાં પગલાં ભરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યકમને શાળાનાં આપત્તિ વ્યવસ્થાપન નોડલ ટીચર અનિલ એસ. રાઠોડે સ્ટાફગણનાં સહકારથી સફળતાપૂર્વક પાર પાડ્‌યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.