Western Times News

Gujarati News

બે ભાઈઓનું કૌભાંડઃ જમીનો બારોબાર NA કરી દેવાતાં ખેડૂતો બિન ખેડૂત બન્યા

ખોટી સહી કરી તેમજ આધારકાર્ડ અને ફોટાનો ઉપયોગથી ખોટા દસ્તાવેજ બનાવી બિનખેતી કરવા ઓનલાઈન અરજી કરી હતી.

બોરીસણામાં જમીન બારોબાર દ્ગછ થઈ જતાં ખાતેદાર બિનખેડૂત બન્યા-સગા બે ભાઈઓ સહિત પાંચ લોકોએ કૌભાંડને અંજામ આપ્યો

મહેસાણા, કડીના બોરીસણા ગામની સીમમાં વડિલોપાર્જિત ખેતીલાયક સંયુકત જમીન કૌભાંડ આચરી બારોબાર બીનખેતી કરાવી ખેડૂતને બીનખેડૂત બનાવનાર બે સગાભાઈ, ભત્રીજો અને અન્ય બે વ્યક્તિઓ સામે કડી પોલીસ મથકે કાવતરૂ કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. હાલમાં સુરત ખાતે પરિવાર સાથે રહેતા ૭૩ વર્ષીય ખેડૂતનું આધારકાર્ડ, ફોટા અને ખોટી સહીઓનો ઉપયોગ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

કડી તાલુકાના કરશનપુરા (ઝાલાસર) ના વતની અને હાલ પરિવાર સાથે સુરત ખાતે રહેતા ૭૩ વર્ષિય દલપતભાઈ ત્રિકમભાઈ પટેલની વતનની નજીક આવેલ બોરીસણા ગામની સીમમાં નવીન રિસર્વે નં.૬૬૪ વાળી વડીલોપાર્જિત ખેતીલાયક જમીન આવેલી હતી.

જેમાં બે સગાભાઈઓમાં જીવણભાઈ પટેલ અને નટવરભાઈ પટેલ, ભત્રીજો ચિરાગ નટવરભાઈ પટેલ, ધરમશીભાઈ મફાભાઈ રબારી તેમજ સાગર રામજીભાઈ રબારીએ કાવતરૂ રચી દલપતભાઈ પટેલની ખોટી સહી કરી તેમજ આધારકાર્ડ અને ફોટાનો ઉપયોગથી ખોટા દસ્તાવેજ બનાવી બિનખેતી કરવા ઓનલાઈન અરજી કરી હતી.

ત્યારબાદ ખેડૂત દલપતભાઈની સંમતિ કે વહેચણી કર્યા સિવાય બંને ભાઈઓએ તેમના ભાગની બિનખેતી થયેલી જમીન અમદાવાદના શૈલેષ કાંતિલાલ મિસ્ત્રીને વેચાણ આપી દીધી હતી.

આ ઘટનાની જાણ થતાં કૌભાંડનો ભોગ બનનાર ખેડૂત ચોંકી ઉઠયા હતા. ઉપરોકત કૌભાંડના લીધે એકમાત્ર વડિલોપાર્જિત ખેતીલાયક જમીન એનએ થવાના લીધે ખેડૂત દલપતભાઈ બિનખેડૂત થઈ જતાં મહેસૂલી કાર્યરિતી સામે અનેક સવાલો ઉભા થયા છે. કડી પોલીસે ૭૩ વર્ષીય ખેડૂતની ફરિયાદ નોંધી પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.