Western Times News

Gujarati News

મેઘરજ ક્ષત્રિય સમાજની એક જ માંગ પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) રાજકોટ ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા અને રોટી બેટીના વહેવાર કર્યાની ક્ષત્રિયાણીઓ વિરુદ્ધમાં ચારિત્ર્ય ઉપર અભદ્ર ટીપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્‌યો છે

રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર પૂતળા દહન,આવેદન, રેલી પોસ્ટર અને બેનરો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા મેઘરજ નગરમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનોએ પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની માંગ કરી હતી.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓએ મેઘરજ નગરમાં રેલી યોજી હતી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની માંગ કરી હતી

અને જો ઉમેદવાર બદલવામાં નહીં આવેતો સમગ્ર રાજપુત સમાજ ભાજપનો બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી હતી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમાજને ઉશ્કેરી હાલના આચારસિંહતાનો ભંગ કર્યો હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ થવું જોઇએની માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.