Western Times News

Gujarati News

ચોરેલી બે-મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગઇ તા.૧૨-૦૪-૨૦૨૪ ના

રોજ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ ડી.કે.રાઠોડ નાઓ સાથે સ્ટાફના હેઙકો.ગીરીશભાઇ, મનુભાઇ ,ચૈતન્યકુમાર, શૈલેષકુમાર નાઓ નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંતરામ સર્કલ પાસે આવતા હેઙ.કો.ગીરીશભાઇ તથા શૈલેષકુમાર નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, રમણભાઇ દાઉદભાઇ પરમાર રહે. ઉઢેલા તાબે ખ્રીસ્તીવાસ તા.માતર જી.ખેડા વાળો કાળા કલરનુ હીરો સ્પ્લેન્ડર મો.સા જેની આગળ પાછળ આર.ટી.ઓ રજી.નંબર પ્લેટ લગાડેલ નથી અને જે મો.સા લઇ સંતરામ મંદીર પાસે આવનાર છે.

જે હકીકત આધારે સંતરામ સર્કલ પાસે વાચમાં હતા દરમ્યાન બાતમી હકીકત વર્ણન મુજબનો ઇસમ આવતા સદરી ઇસમને કોર્ડન કરી રોકી લઇ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ રમણભાઇ દાઉદભાઇ પરમાર રહે. ઉઢેલા તાબે ખ્રીસ્તીવાસ તા.માતર જી.ખેડાનો હોવાનુ જણાવેલ અને સદરહું ઇસમની અંગ ઝડતી કરતા રોકડા રૂ.૧૦૦/- તથા મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- મળી આવેલ.

કુલ્લે કિ.રૂ.૨૦,૧૦૦/- સાથે તથા સદર ઇસમ પાસે બીજુ કોઇ મો.સા હોવા બાબતે પુછપરછ કરતા બીજુ એક નડીયાદ શાક માર્કેટ બહાર થી ચોરે કરી પોતના ઘર પાસે મુકી રાખેલ હોવાનું જણાવતા સદર ઇસમને સાથે લઇ જઇ તેના ઘર પાસે જતા એક કાળા કલરનું નંબર વગર નું મો.સા એક બાજુ એ મુકેલ હતુ. જે મો.સા ની કિ.રૂ.૨૦,૦૦૦/- ની ગણી કુલ મો.સા. બે મળી કુલ રુ.૪૦,૧૦૦/- મુદામાલ તપાસ અર્થે

કબ્જે લેવામા શકમંદ હાલતમાં મળી આવતા પુછપરછ દરમ્યાન સંતોષકારક જવાબ નહી આપતા સદરી ઇસમ પાસેથી મળી આવેલ મો.સા.ને ઝ્રઇઁઝ્ર કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરહું ઇસમને ઝ્રઇઁઝ્રકલમ ૪૧ (૧) ડી મુજબ પકડી અટક કરેલ છે.સદરી ઇસમની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન આ મોટર સાયકલ બાબતે ઇગુજકોપ તથા સીટીઝન પોર્ટલમાં રજી. નંબર થી વાહન નંબર સર્ચ કરતા

સદર મો.સા. આરટીઓ રજી. નંબર ય્ત્ન-૦૭-ઝ્રઝ્ર-૯૯૧૯ નો રઇજીભાઈ બુધાભાઇ ઝાલા રહે.મીલરોડ નડીઆદ તા.નડીઆદ જી. ખેડા નાઓના માલીકીની હોવાનું જણાઇ આવેલ આ કામના પકડાયેલ આરોપી ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે બાબતે ખરાઇ કરતા નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૪૦૪૬૨૪૦૨૮૯ /૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે વણશોધાયેલ ગુનો એલ.સી.બી. ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળેલ વણશોધાયેલ શોધી કાઢેલ ગુનાઓઃ-નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૬૨૪૦૨૮૯ /૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.