Western Times News

Gujarati News

સાઉથના ઓડિયન્સને ડબલ રોલવાળી ફિલ્મો વધુ પસંદ

મુંબઈ, ઇઇઇની સફળતા પછી જુનિયર એનટીઆરની ડીમાન્ડ વધી છે. આ વર્ષે તેમની બિગ બજેટ ફિલ્મ દેવરા પાર્ટ ૧ રિલીઝ થવાની છે. તેમાં જાન્હવી કપૂર અને સૈફ અલી ખાન પણ મહત્ત્વના રોલમાં છે. ૧૦ ઓક્ટોબરે તેને રિલીઝ કરવાનો પ્લાન છે. દેવરા પાર્ટ ૧ માટે ૩૦૦ કરોડનું બજેટ રખાયું છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆરના ટ્રિપલ રોલ હોવાનું કહેવાય છે. મેકર્સ તરફથી આ અંગે ખુલાસો થયો નથી.

ફિલ્મના પોસ્ટરમાં પણ જુનિયર એનટીઆરનો એક જ લૂક જોવા મળે છે. જેથી બીજા પાર્ટમાં તેમનો અલગ અવતાર આવે તેવી શક્યતા છે. સાઉથનો સ્ટાર બોલિવૂડના મોટા બેનર માટે પણ માનીતો બન્યો છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં જુનિયર એનટીઆરની પસંદગી થઈ છે. રિતિક રોશન સાથે ‘વોર ૨’માં જુનિયર એનટીઆરને વિલનનો રોલ અપાયો છે. આ ફિલ્મમાં તેમના ડબલ રોલ હોવાનું કહેવાય છે.

એક રોલમાં જુનિયર એનટીઆર પોઝિટિવ કેરેક્ટરમાં જોવા મળશે, જ્યારે બીજા રોલમાં તે ખૂંખાર વિલન બનશે. થલપતિ વિજયે એક્ટિંગને અલવિદા કહી રાજકારણમાં ઝંપલાવવાનું એલાન કરી દીધું છે. તેમની સેકન્ડ લાસ્ટ ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ છે.

આ ફિલ્મને વેંકટ પ્રભુ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના પોસ્ટર પરથી વિજયના ડબલ રોલ હોવાનું લાગે છે. એક લૂકમાં વિજયને યંગ બતાવવામાં આવ્યા છે, જ્યારે બીજામાં તે ઉંમરલાયક છે. આમ પિતા-પુત્રના ડબલ રોલમાં વિજય જોવા મળે તેવી શક્યતા છે.

આ ફિલ્મને સાયન્સ ફિક્શન કહેવામાં આવે છે, જે ટાઈમ ટ્રાવેલિંગની વાત કરે છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. તમિલ સુપરસ્ટાર સૂર્યાની ‘કંગુવા’નું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું. સૂર્યાના એક્શન અવતારની સાથે બોબી દેઓલનો ખૂંખાર લૂક તેમાં જોવા મળ્યો હતો. આ પિરિયડ ડ્રામાને સિરુથાઈ શિવા ડાયરેક્ટ કરી રહ્યા છે અને તેનું બજેટ રૂ.૩૦૦ કરોડનું મનાય છે.

ફિલ્મના ટીઝરમાં સૂર્યાના ડબલ રોલ અંગે ખુલાસો થયો ન હતો, પરંતુ ૧૫ એપ્રિલે સૂર્યાએ એક પોસ્ટર શેર કરીને પોતાના બંને કેરેક્ટરની ઝલક આપી હતી. ફિલ્મની સ્ટોરીમાં પણ બે ટાઈમલાઈન છે. તેમાં ૫૦૦ વર્ષ પહેલાના સમાજ અને હાલના સમયને રજૂ કરવામાં આવશે.

જો કે બોબી દેઓલની ટક્કર એક જ સૂર્યા સાથે છે, જે ૫૦૦ વર્ષ અગાઉની ઘટનામાં જોવા મળશે. કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન ૧૯૯૬ના વર્ષમાં બ્લોક બસ્ટર રહી હતી. ૨૭ વર્ષે તેની સીક્વલ આવી રહી છે, જે ૧૩ જૂને થીયેટરમાં રિલીઝ થવાની છે. પહેલા પાર્ટમાં કમલ હાસનના ડબલ રોલ હતા. વળી, આ ફિલ્મની ઓળખ જ ડબલ રોલના કારણે ઊભી થઈ હતી. સીક્વલમાં પણ ડબલ રોલ રખાય તેવી શક્યતા છે.

કમલ હાસનના ડબલ રોલ અંગે સત્તાવાર ખુલાસો થયો નથી, પરંતુ તેમાં દેશભક્ત અને દેશદ્રોહીઓ વચ્ચે ભયંકર લડાઈ જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.