Western Times News

Gujarati News

WAR ૨ના સેટ પરથી લીક થઈ હૃતિક રોશન અને જુનિયર NTRની તસવીરો

મુંબઈ, WAR-૨ ના સેટ પરથી લીક થઈ હૃતિક રોશન અને જુનિયર દ્ગ્‌ઇની તસવીરો, શૂટ થયો ફિલ્મનો સૌથી મોટો એક્શન સીન ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR૨ આ વર્ષનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. હાલમાં જ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને સેટ પરથી એક્ટર્સના ફોટો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.

આ સૌથી મોટી એક્શન ફિલ્મ થવાની છે જેના માટે બન્ને એક્ટર્સ ખાસ તૈયારી કરી રહ્યા છે. હવે સેટ પરથી લીક થયેલા ફોટોએ એક્ટર્સના લુકને રિવીલ કર્યા છે. જેને જોયા બાદ આ ફિલ્મને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.

થોડા અઠવાડિયા પહેલા જ ઋતિક અને જુનિયર એનટીઆરે પોતાના એક્શન સીક્વન્સની શૂટિંગ શરૂ કરી દીધી હતી. બન્નેની વચ્ચે જબરદસ્ત એક્શન શીન થવાના છે જે પહેલા હિંદી ફિલ્મોમાં ઓછા જોવા મળ્યા છે. તેના માટે બન્ને એક્ટર્સે સાથે તૈયારી પણ કરી હતી.

ડાયરેક્ટરે તેના માટે ફિલ્મના એક્શન સીક્વન્સને પહેલા શૂટ કર્યો જેનાથી એક્ટર્સની ટ્રેનિંગ એકદમ ફેશ લાગે. ફિલ્મના નવા સેટ પરથી એક્ટર્સની તસવીરો લીક થઈ છે. આ તસવીરોમાં ઋતિક સ્ટીલ્થ સૂટમાં જોવા મળી રહ્યો છે. ત્યાં જ બીજા ફોટોમાં જુનિયર એનટીઆર બ્લેક ટી-શર્ટ, પેન્ટમાં જોવા મળ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.