Western Times News

Gujarati News

બેબી બમ્પ સાથે એક્શન સીનનું શૂટિંગ કરતી જોવા મળી દીપિકા

મુંબઈ, બોલિવૂડની સૌથી પોપ્યુલર, સ્માર્ટ અને ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક છે દીપિકા પાદુકોણ. પોતાની એક્ટિંગથી લોકોને ફિદા કરનાર દીપિકા પાદુકોણ હાલમાં પ્રેગનન્ટ છે. થોડા સમય પહેલાં એક્ટ્રેસ પ્રેગનન્સીના સમાચાર ફેન્સને આપ્યા હતા.

આ દિવસોમાં દીપિકા પ્રેગનન્સીની સાથે-સાથે કામ પર પણ પૂરતુ ધ્યાન આપી રહી છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગની એક્ટ્રેસ પ્રેગનન્ટ થયા બાદ કામને સાઇડમાં મુકી દેતી હોય છે પરંતુ દીપિકા પાદુકોણ વર્ક કમિટમેન્ટ્‌સ પૂરું કરી રહી છે.

એક્ટ્રેસ આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રેગનન્સી ફેજનું વેકેશન એટલે કે બેબીમૂનમાંથી પરત ફરતા હવે એક્ટ્રેસ કામમાં લાગી ગઇ છે. જો કે આની ઝલક સામે આવી છે. સામે આવેલી તસવીરમાં તમે જોઇ શકો છો કે દીપિકા પાદુકોણ પોલીસના કપડામાં જોવા મળી રહી છે.

આ સાથે કાળા ચશ્મામાં એક્ટ્રેસ પૂરી રીતે સિંઘમ ગર્લ લાગી રહી છે.દીપિકા સેટ પર એની સાથે ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી પણ જોવા મળે છે. પ્રેગનન્સીના સમાચાર પછી એક્ટ્રેસની પહેલી ઝલક જોવા મળી છે જેમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.

આ તસવીરમાં પોલીસના કપડામાં બેબી બમ્પ જોઇ શકાય છે. ફેન્સ એક્ટ્રેસને એક્શન મુવીનું શૂટિંગ કરતા જોઇને વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે દીપિકા કામની સાથે કોઇ કોમ્પ્રોમાઇઝ કરતી નથી અને ખૂબ મહેનત કરે છે. આમ, તમને જણાવી દઇએ કે સિંઘમ અગેન એક એક્શન ફિલ્મ છે અને આ ફિલ્મમાં એક્ટ્રેસનો સોલિડ અંદાજ જોવા મળી રહ્યો છે.

આમ, તમને જણાવી દઇએ કે એક્ટ્રેસે ૨૯ ફેબ્રુઆરીના રોજ દુનિયાભરને ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી પ્રેગનન્સીની ખુશખબરી આપી હતી. આ સમયે જણાવ્યુ હતુ કે સપ્ટેમ્બર મહિનામાં એમના ઘરે બાળકનું આગમન થશે. જો કે હવે ફેન્સ દીપિકાની આ વાતને લઇને સુપર એક્સાઇટેડ છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે આ વર્ષે બે સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં શાહરુખ ખાનની જવાન અને પઠાન શામેલ છે. રિપોટ્‌સ અનુસાર એક્ટ્રેસની પાસે બીજા અનેક પ્રોજેક્ટ્‌સ છે. હાલમાં દીપિકા સિંઘમ અગેનનું શૂટિંગ કરી રહી છે જેમાં એનો એક્શન અવતાર જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.