Western Times News

Gujarati News

“તારક મહેતા કા ઉલટા ચશ્મા”ની સોનુએ ખરીદી નવી કાર

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભિડેની ભૂમિકા નિભાવનાર એક્ટ્રેસ પલક સિઘવાનીએ એક દિવસ પહેલાં ૨૬મો જન્મદિવસ મનાવ્યો. બર્થ ડેને ખાસ બનાવવા માટે પલક પોતે પોતાની જાતને ગિફ્ટ આપી છે. સોનુએ પોતે એક લક્ઝરી કાર ખરીદી છે.

પલકે એક હેપ્પી વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં પલક જણાવે છે કે આ બીજી કાર છે. વીડિયોમાં પલક સિધવાનીની કાર શોરૂમમાં પોતાની માતા અને ભાઇની સાથે કારમાં ઘરે લઇ જાય છે. આ સાથે બીજી અનેક વિધી કરતા તમે જોઇ શકો છો.પલક સિધવાનીએ જે વીડિયો શેર કર્યો છે એમાં તમે જોઇ શકો છો કે એ પેપર પર સાઇન કરી રહી છે. પોતાની ન્યૂ બ્રાન્ડ કારને અનવીલ કરી રહી છે.

કારના બોનટ પર કેક કાટતી જોવા મળી રહી છે. ત્યારબાદ પલક પોતાની ફેમિલીની સાથે નવી કારમાં રાઇડ કરતા તમે જોઇ શકો છો.પલક સિઘવાનીએ વીડિયોમાં જણાવ્યુ છે કે આ એના માટે ખાસ ખરીદી હતી. આ સાથે જણાવ્યું છે કે મે બીજી કાર ખરીદી છે.

બહુ મોંઘુ નહીં પરંતુ આ મારા માટે ખાસ છે. મારી માતા એક રુફટોપ કાર ઇચ્છતી હતી અને મારા પિતા એક કાર ઇચ્છતા હતા. હું મારા ભાઇને ખુશ કરવા ઇચ્છતી હતી.પેરેન્ટ્‌સની ખુશી માટે કાર ખરીદી પલક સિઘવાનીએ આગળ લખ્યુ છે કે જેમ-જેમ હું આજે એક વર્ષ મોટી અને સમજદાર થઇ એમ મને અહેસાસ થયુ કે મને સાચી ખુશી ત્યારે થઇ જ્યારે ફેમિલીને ખુશ જોવુ છું, આ હું જીવન ભર કરવા ઇચ્છુ છુ.

મને આટલો પ્રેમ આપવા અને જન્મદિવસની શુભકામનાઓ આપવા બદલ યુનિવર્સનો ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે પલક સિઘવાનીનો બર્થ ડે ૧૧ એપ્રિલે હતો. ત્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં સોનુની ભૂમિકા નિભાવી રહી છે. આ ત્રીજી એક્ટ્રેસ છે જે સોનુનું પાત્ર નિભાવી રહી છે. આ પહેલા નિધિ ભાનુશાલી અને ઝીલ મહેતાએ વર્ષો સુધી સોનુની ભુમિકા અને પોપ્યુલારિટી હાંસિલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.