Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ઇન સર્વિસ ડૉકટર એસોસિયેશનની મિટિંગ યોજાઈ

સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે  તા: ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન સાબરકાંઠા અને મેડિકલ ઓફીસર વર્ગ -૨ યુનિયનની મીટિંગ મળી હતી,જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ગુજરાત ઇન સર્વિસ ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગરના આર.એમ.ઓ. વર્ગ-૧ ડૉ.એન.એમ.શાહ અને સેક્રેટરી તરીકે ડૉ.આર.ડી.ગૌસ્વામી તાલુકા હેલ્થ ઓફિસર ખેડબ્રહ્માની વરણી કરવામાં આવી હતી.
મેડિકલ ઓફિસર વર્ગ-૨ યુનિયનના પ્રમુખ તરીકે ડૉ.રાજ સુતરિયા મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંતરસુબા અને મહામંત્રી તરીકે મેડિકલ ઓફીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણાના ડૉ.એ.આઈ.મલેકની વરણી કરવામાં આવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.