Western Times News

Gujarati News

સોલામાં મિત્રએ જ મિત્રનું અપહરણ કર્યું

અમદાવાદ: મિત્રએ જ પોતાની ગાડીમાં સાગરીતો સાથે અપહરણ કરી મિત્ર પાસે રૂપિયા માંગ્યા હતાં. જે નહીં આપતાં તેનો મોબાઈલ, વાહન તેમજ અન્ય વસ્તુઓ લુંટી લેવાની ઘટના સામે આવતાં સોલા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

રૂપીલ હસમુખભાઈ પટેલ (ઘોડાસર) ભાડજ ખાતે એક કોલેજમાં ઓટો મોબાઈલ એન્જીનિયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે સવારે પરીક્ષા આપીને આવતાં કોલેજ નજીક રૂપીલને તેનાં મિત્ર સુધીર દેસાઈએ બોલાવ્યો હતો. અને જબરદસ્તી પોતાની કારમાં બેસાડીને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેથી શેના પૈસા એવું પૂછતાં સુધીર અને તેનાં સાગરીતો રૂપીલને ભાડજ સર્કલ નજીક એક કોફીબાર ઊપર લઈ ગયા હતા.


જ્યાં તેનો મોબાઈલ પર્સ વગેરે ઝુંટવી લીધા હતા. ઊપરાંત તેનાં વાહનની ચાવી લઈ એ પણ કોલેજ પરથી સુધીરનાં સાગરીતો લઈ આવ્યા હતાં. બાદમાં તમામે તેને ગડદાપાટુનો માર મારી પહેલાં રૂપિયા આપએ પછી વસ્તુઓ લઈ જજે તેમ કહીને ત્યાંથી ભાગી ગયા હતા. ડરી ગયેલો રૂપીલ બાદ પરીવારજનો સાથે સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ફરીયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, યુવકે રૂપિયા લીધા હોવા જાઈએ. જાકે આ અંગે સત્તાવાર કશું જાણવા મળ્યું નથી. આ ઘટનાથી યુવકનાં પરીવારજનો ખૂબજ ગભરાઈ ગયાં છે. અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી સમગ્ર હકીકત બહાર આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અધિકારીઓએ આ યુવકની પૂછપરછ કરતાં આરોપીઓ અંગેની મહત્ત્વપૂર્ણ  વિગતો પ્રાપ્ત થઈ છે. જેનાં આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી છે.

નજીવી બાબતમાં યુવકનાં અપહરણની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મિત્રએ જ મિત્રનું અપહરણ કરવાની ઘટનામાં પોલીસ અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં એક પછી એક વિગતો બહાર આવે તેવું મનાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં કયા કારણોસર યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે. તે બહાર આવ્યું નથી. પરંતુ નાણાંકીય લેવડદેવડમાં જ અપહરણ થયાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.