Western Times News

Gujarati News

સંજેલી તાલુકા કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી 

કન્યા શાળાની બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લઇ 15 કૃતિઓ રજૂ કરી હતી 

પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકા કન્યા શાળામાં 9 મીને ગુરુવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી પીટીસીની તાલીમાર્થી બહેનો દ્વારા 15 દિવસ  સતત શિક્ષણ કાર્ય આપી સમાપનના ભાગરૂપે શાળાની 100 જેટલી બાલીકાઓને તૈયાર કરી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો

 સંજેલી તાલુકા મથકે આવેલી કન્યા પ્રાથમિક શાળામાં 9મીને ગુરુવારના રોજ  શેઠશ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર દાહોદની પ્રથમ અને દ્વિતીય વર્ષની પીટીસી તાલીમાર્થી બહેનો દ્વારા સતત પંદર દિવસનું શિક્ષણકાર્ય કરી સમાપનના ભાગરૂપે ધોરણ 1થી 8 ની 100 જેટલી વિદ્યાર્થીઓેને તૈયાર કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સ્વચ્છ સંબંધિત નાટક એક પાત્ર અભિનય દેશભક્તિને લગતા કાર્યક્રમો સહિતના પંદર જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

શાળાના બાળકોએ ઉલ્લાસભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે સંજેલી સરપંચ કિરણભાઇ રાવત જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારા તાલુકા સંઘના પ્રમુખ રમેશ સેલોત મંત્રી રામુ ચારેલ શાળાના આચાર્ય રાવત સુભાષભાઇ જયેશ પટેલ એસએમસી અધ્યક્ષ સભ્યો વાલીઓ શાળાની શિક્ષિકા ભાઇ બહેનો પીટીસીની બહેનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બાલિકાઓ દ્વારા પણ ખૂબ ઉત્સાહથી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આભારવિધિ શાળાના આચાર્ય સુભાષભાઇ કરી હતી અને સ્ટેજ સંચાલન પીટીસીના તાલીમાર્થી દિવ્યાબેન માલીવાડે કર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.