Western Times News

Gujarati News

પુત્રીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને મૃત્યુદંડ

અમદાવાદ: સુરતમાં પોતાની ૧૪ વર્ષની સગી પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને ગર્ભવતી બનાવ્યા બાદ તેણીની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે આરોપી પિતા ટુકના દાસને ફાંસીની આકરી સજા ફટકારતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરતમાં છેલ્લા પાંચ મહિનામાં દુષ્કર્મ કેસમાં આ બીજી ફાંસીની સજા ફટકારવામાં આવી છે, તેને લઇ ભારે ચર્ચા ચાલી હતી. એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી પિતા ટુકના દાસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકારતો મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો.

ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, ગત તા.૩૦ જૂન ૨૦૧૭ના રોજ સવારે દસેક વાગ્યે સુરતના ડુમસ રોડ પર ખેતરની અવાવરુ જગ્યાએથી ૧૪ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કિશોરીનું ગળું દબાવી કોઇએ હત્યા કરી હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું. કિશોરીની ઓળખ લિઝા ટુકના દાસ (રહે.પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશા(ઉ.વ. ૧૪) તરીકે થઇ હતી. બાદમાં પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરતાં મૃતકના સગા પિતા ટુકના દાસે જ તેનું ગળુ દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેના પેટમાં ગર્ભ કોનો છે તે નહોતી કહેતી માટે હોસ્પિટલ લઈ જવાના બહાને રિક્ષામાં બેસાડી ઘરેથી લઈ ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી. ડુમસ પોલીસ મથકના જે તે વખતના ઇન્ચાર્જ પોઈ એમ.આર. નકુમે કહ્યું હતું કે કેસની તપાસમાં આરોપી સહકાર નહોતો આપતો અને માત્ર એટલું જ જણાવતો કે ગર્ભ કોનો છે તે જાણવા જ તેણે ગળું દબાવ્યું પણ તે જવાબ ન આપતાં મોતને ઘાટ ઉતારી હતી.આ મુદ્દે ભૂતકાળમાં પુત્રીને પિતાએ માર પણ માર્યો હતો.

આમ છતાં તે નામ આપતી જ ન હતી. ટુકના દાસને હાલ બીજી પત્ની છે. લિઝા પહેલી પત્નીની પુત્રી હતી. આરોપી તપાસમાં સહકાર ન આપતો હોઇ કિશોરીના ગર્ભનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. એફએસએલમાંથી આવેલા ડીએનએ રિપોર્ટમાં કિશોરીના ગર્ભના ડીએનએ અને કિશોરીના પિતાના ડીએનએ મેચ થયાં હતાં. રિપોર્ટ અનુસાર કિશોરીનો બાયોલોજીકલ પિતા અને કિશોરીના ગર્ભનો બાયોલોજીકલ પિતા પણ ટુકના દાસ હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.