Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં રૂ.૧૮.૪૭ લાખની ઘરફોડ ચોરી

પતિ ઉત્તર પ્રદેશ જતા એકલી વૃધ્ધા રાત્રે બાજુમાં પરિચિતના ઘરે સુવા ગઈ ત્યારે ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ સોના-ચાંદીના દાગીના- રોકડ રકમ તથા યુએસ ડોલરની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીએ આંતક મચાવેલો છે પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરી અને લુંટફાટ કરતી ગેંગ સક્રિય બનેલી છે જેના પરિણામે નાગરિકો ફફડી રહ્યા છે શહેરમાં રોજ જુદાજુદા વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકીને ચોરી અને લુંટની ઘટનાને અંજામ આપી રહયા છે. આ પરિસ્થિતિમાં  શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.

જેમાં યુવક અને તેની પત્નિ  બાળકો સાથે વડોદરા રહે છે જયારે કૃષ્ણનગર સ્થિત  મકાનમાં તેના માતા પિતા રહે છે. પિતા બહારગામ ગયા હોવાથી માતા ઘરે એકલી હતી અને તે રાત્રે પાડોશમાં જ રહેતા પરિચિતના ઘરે સુવા ગઈ હતી ત્યારે ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરનો તમામ સામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા યુએસ ડોલર મળી કુલ રૂ.૧૮.૪૭ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. આટલી મોટી રકમની ઘરફોડ ચોરી થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. ઘરની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.


આ અંગેની વિગત એવી છે કે શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હેઠળના નવા નરોડા ખાતે બાપા સીતારામ ચોક નજીક સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ-૭ માં (C-393, Parshwanath Township, Nr. Swaminarayan Temple, Bapa sitaram Chawk, New Naroda, Ahmedabad, Gujarat)  સી-૩૯૩ નંબરના મકાનમાં અખિલેશકુમાર અતિવલસિંહ પઢિયાર ઉ.વ.૩૦ પોતાના પરિવાર સાથે રહે છે. અખિલેશકુમાર જાણીતી દવા બનાવતી કંપનીમાં નોકરી કરે છે અને તેની સતત બદલી થતી હોવાથી તે બહાર ફરતો રહે છે.

પાર્શ્વનાથ ટાઉનશીપના મકાનમાં તેના પિતા અતિવલસિંહ તથા માતા પ્રેમવતીબહેન એકલા રહેતા હોય છે અને રજાના દિવસોમાં અખિલેશકુમાર અમદાવાદ પરિવાર સાથે આવતા હોય છે. અખિલેશકુમાર અગાઉ પુના ખાતે તેની પÂત્ન અને બાળકો સાથે રહેતા હતા અને એક મહિલા પહેલા જ તેઓ બરોડા રહેવા આવ્યા હતાં દરમિયાનમાં મુળ ઉત્તરપ્રદેશના આ પરિવારની ત્યાં પણ મિલકતો આવેલી છે. ઉત્તરપ્રદેશમાં જમીન પણ હોવાથી અખિલેશકુમારના પિતા પોતાના વતન પણ જતા હતા આ દરમિયાનમાં જમીનના કામથી અતિવલસિંહ તાજેતરમાં જ ઉત્તરપ્રદેશ ગયા હતાં અને તેમના પત્નિ એટલે કે અખિલેશકુમારના માતા પ્રેમવતીબહેન ઘરે એકલા હતાં. પાર્શ્વનાથ ટાઉનશીપમાં જ તેમના ઘરની પાસે તેમના જ ગામનો એક પરિવાર રહેતો હતો.

ઘરમાં પ્રેમવતીબહેન એકલા હોવાથી રાત્રિ દરમિયાન તેઓ પરિચિત પરિવારના ઘરે તા.૯મીના રોજ સુવા ગયા હતાં અને સવારે ૭.૩૦ વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલુ જાવા મળ્યુ હતું જેના પરિણામે તેઓ ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. ઘરની અંદર તપાસ કરતા બે રૂમમાં આવેલી તીજારીઓના તાળા તુટેલા હતા.

સમગ્ર ઘરમાં સામાન વેરવિખેર પડેલો જાવા મળ્યો હતો. આ દ્રશ્ય જાતા જ પ્રેમવતીબહેને તેમના પુત્ર અખિલેશને ફોન કરતા તે તાત્કાલિક વડોદરાથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતાં. બીજીબાજુ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતાં.

વડોદરાથી પરત પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે પોતાના નિવાસસ્થાને આવી પહોંચેલા અખિલેશકુમારે ઘરમાં તપાસ કરતા બંને તીજારીમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી થયાનું જણાયું હતું કૃષ્ણનગર પોલીસે પુછપરછ કરતા અખિલેશકુમારે ઘરમાં તપાસ કરી જણાવ્યું હતું કે એક રૂમમાં મુકેલી તીજારીમાંથી તસ્કરો સોનાનું મંગળસુત્ર, બંગડીઓ, વીંટી, રોકડ રૂ.૧.૧૮ લાખ તથા બીજા રૂમમાં મુકેલી તીજારીમાંથી પણ સોનાના મંગળ સુત્રો, સોનાના બે હાર, ૧૬ વીંટી, ૩ ચેઈન, રૂ.રર હજાર રોકડા તથા ૧,૧૮પ યુએસ ડોલર મળી ઘરમાંથી કુલ ૧૮.૪૭ લાખના મુદ્દામાલની ચોરી થયેલી છે.

બંધ મકાનમાંથી આટલી મોટી ચોરી થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ટાઉનશીપમાં રહેતા સ્થાનિક નાગરિકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં.  બીજીબાજુ પોલીસ અધિકારીઓએ અખિલેશકુમારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પાર્શ્વનાથ ટાઉનશીપમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના આધારે કુટેજ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.