Western Times News

Gujarati News

મોડાસા “નિર્ભયા” કેસ : કેન્દ્રીય મહિલા આયોગે પીડિત પરિવારની મુલાકાત લીધી 

મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ મામલે તપાસ તેજ કરવામાં આવી છે,ત્યારે કેન્દ્રીય મહિલા આયોગની ટીમએ અરવલ્લી જિલ્લાની મુલાકાત કરી હતી, કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈએ પીડિતાના પરિવારજનોની સાથે મુલાકાત કરી, તેમની સાથે ચર્ચા કરી હતી,,, આ સાથે જ, જે સ્થળે ઘટના ઘટી હતી, તે સ્થળની પણ મહિલા આયોગની ટીમ એ મુલાકાત કર્યો હતો,, મહિલા આયોગના જણાવ્યા મુજબ હેન્ગિંગથી યુવતીનું મોત થયું છે, જે પ્રોવિઝનલ પીએમ રીપોર્ટમાં આવ્યું છે, પણ દુષ્કર્મ થયું છે કે, નહીં તે ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે. મહિલા આયોગ દ્વારા આ સમગ્ર મામલે અહેવાલ તૈયાર કરશે,, અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સહિત ગુજરાત પોલિસને સોંપશે,, ઉલ્લેખનિય છે કે, મોડાસાના સાયરા ગામે ઓગણિસ વર્ષિય યુવતીનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,,, જેને લઇને પરિવારજનો સહિત સમાજના આગેવાનોએ તટસ્થ તપાસની માંગ કરી હતી.

રવિવારે મોડાસાના સાયરામાં મૃતક યુવતીના પીડિત પરિવારની કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મુલાકાત લીધી હતી. આ ઘટનાને અતિ દુ:ખદ ગણાવતા કોંગ્રેસના આગેવાનોએ સમગ્ર પ્રકરણ અંગે પિડીત પરિવાર સાથે ચર્ચા કરી હતી. અમિત ચાવડાએ આ પ્રકરણની SITની રચના કરી નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા કેસની તપાસની માંગણી કરી હતી.

આ પ્રશ્નને સંસદમાં લઇ જઇ સમગ્ર દેશમાં ઉજાગર કરીશું સાયરામાં રવિવારે ઉપસ્થિત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને સાંસદ મધુસુદન મિસ્ત્રી, મહામંત્રી રામભાઇ સોલંકી, ધારાસભ્ય જશુભાઇ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિતના કોંગી કાર્યકરો અને અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન શામળસિંહ પરમારે સાયરામાં જ્યાંથી યુવતીની લાશ મળી આવી હતી. તે જગ્યાનું સ્થળ ઉપર જઇ નિરીક્ષણ કર્યું હતું. પરિવારની મુલાકાત લઇ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે મૃતક દિકરીએ ગુજરાત અને દેશની દિકરી છે. એનું અપહરણ અને દુષ્કર્મ કરી તેની હત્યા કરી તેની હત્યા કરવામાં આવે તે અતિ ગંભીર બાબત ગણાવી હતી. વધુમાં જણાવ્યું કે આ અંગે વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. આ પ્રકરણમાં SITની રચના કરી નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે અને ગુનેગારો આ ગુનામાં સાબિત થાય તો તેમને ફાંસી આપવી જોઇએ.

મધુસૂદન મિસ્ત્રી પણ મુલાકાતે આવ્યા સાયરામાં અમિત ચાવડાની સાથે આવેલા મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું કે મૃતક યુવતી પ્રકરણના પ્રશ્નને રાજ્યસભા અને લોકસભામાં લઇ જવાશે.મોડાસા ટાઉન પી.આઈ.રબારી ની ઇસરી બદલી કરાઈ   મોડાસામાં સાયરાની મૃતક યુવતીના મોતનો મામલો છેલ્લા અઠવાડિયાથી ચર્ચીત બન્યો છે. મોતના આ પ્રકરણમાં અનેક આક્ષેપો ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે મોડાસા ટાઉન પી.આઇ એન.કે રબારીની મેઘરજના ઇસરી પોલીસસ્ટેશન ખાતે બદલી કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.