Western Times News

Gujarati News

“આપણું મોડાસા” સોશ્યલ મીડિયા પરિવારે મુકબધીર બાળકોને ઉંધીયું-જલેબી ખવડાવ્યા

ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો કેટલાક દૂર ઉપયોગ કરતા હોય છે અને તેના પર પાબંધી લગાવવાની અનેકવાર બૂમો ઉઠી છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોશ્યલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા “આપણું મોડાસા” પરિવાર દ્વારા સતત ૮ માં વર્ષે ૧૨૦  મુકબધીર બાળકોને ઉંધીયું- જલેબી પરિવારના સદસ્યોએ પીરસી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકોના ચહેરામાં પર ખુશીના પતંગો ઉડ્યા હતા

ઉત્તરાયણ પર્વની ઉજવણી પતંગ ચગાવાની સાથે ઉંધીયું-જલેબીની જયાફત ઉડાવવામાં આવે છે મોડાસા શહેરમાં “આપણું મોડાસા” સોશ્યલ મીડિયા ગ્રુપ  પરિવારના ભગીરથ કુમાવત,હિતેન્દ્ર પંચાલ, જય અમીન,નીતિન પંડ્યા, કલાબેન ભાવસાર, સહીત ગ્રુપના સદસ્યોએ રવિવારે સાંજે લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા સંચાલિત બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા ૧૨૦  દિવ્યાંગ બાળકોને ઉંધીયું-જલેબી,સહિતના વ્યંજન ખવડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી

ઉત્તરાયણ ના પગલે બજારોમાંથી મોંઘીદાટ દોરી અને પતંગ લાવી આકાશી યુદ્ધમાં પેચ લડાવવામાં જે આનંદ મળે તેના કરતા વધુ ખુશી આ સેવાકીય પ્રવૃત્તિ થી ગ્રુપના સદશ્યોએ મેળવી હતી છેલ્લા ૮  વર્ષથી “ આપણું મોડાસા” સોશ્યલ મીડિયા પરિવારના સદસ્યો  આ રીતે મુકબધીર બાળકોને મકરસક્રાંતિ ઉપર ઉંધીયું-જલેબી ખવડાવી આનંદ મેળવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.