Western Times News

Gujarati News

રેલવેની મિલ્કતો પેટે રૂ.૧૭ કરોડ બાકી : તાકાત હોય તો જપ્તી-હરાજી કરો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર મિલકતવેરો રહયો છે મ્યુનિ.કોર્પોરેશન ને દર વરસે મિલકતવેરા તથા પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૮૦૦ કરોડ ની આવક થાય છે.  મિલકતવેરાના નવા-જુના લેણાની વસુલાત કરવા માટે નળ-ગટરના જાડાણ કાપવા, મિલકતો સીલ કરવી તથા પ્રોત્સાહન તરીકે રીબેટ યોજના જાહેર કરવી જેવી અનેક કાર્યવાહી કરવામાં આવે છે. જયારે ગત નાણાંકીય વર્ષમાં મિલ્કતોની “હરાજી” કરીને પણ મિલ્કતવેરો વસુલ કરવાની કાર્યવાહી પણ થઈ રહી છે.સામાન્ય નાગરીકો સામે દાદાગીરી કરતા મનપાના ઉચ્ચ અધિકારીઓ સરકારી મિલકતોનો ટેક્ષ વસુલ કરવામાં પારોઈના પગલા ભરી રહયા છે.

સરકારી મિલકતો ના વર્ષોથી બાકી લેણાની વસુલાત કરવા માટે હજી સુધી વહીવટીતંત્ર ના એક પણ અધિકારીએ બાંયો ચઢાવી નથી. કે ચેતવણી સુધ્ધા આપી નથી. તેથી આ અધિકારીઓ સામાન્ય નાગરીકો સામે જ દાદાગીરી કરી શકે છે. તેમ માનવામાં આવી રહયું છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર બને રાજય સરકારની જુદી-જુદી મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી હોવાન અંદાજ છે. જે પૈકી રાજય સરકારના લેણા વસુલ થઈ શકશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર ખાસ કરીને રેલવે વિભાગ પાસેથી મનપાને રાતીપાઈ પણ મળે તેવા કોઈ જ અણસાર જાવા મળતા નથી. રેલવે વિભાગ પાસે મિલકતવેરા પેટે રૂ.૧૭ કરોડ કરતા વધુ રકમના લેણા બાકી છે. જેને વસુલ કરવા માટે રેલવે ની મિલકતો “હરાજી” કરવાની હિંમત મનપાના ઉચ્ચ અધિકારીએ બનાવવી જાઈએ તેવી ચર્ચા ચાલી રહી છે !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે અંદાજે૧૮ લાખ મિલકતનાં તે ટેક્ષબીલ ઈસ્યુ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની વાર્ષિક ટેક્ષ ડીમાન્ડ રૂ.૧૦પ૦ કરોડ જેટલી થાય છે. જે પૈકી પ્રતિ વર્ષ ૮૦ ટકા ટેક્ષની વસુલાત થાય છે. મિલકતવેરાની જુની અને ફોર્મ્યુલા પેટે રૂ.૧૦૦૦ કરોડ જેટલા બાકી લેણા છે. જેમાં પ૦ ટકા કરતા વધુ રકમ વ્યાજ ની છે. મિલ્કતવેરાના બાકી લેણા પેટે ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે. તેમજ નાણાંકીય વર્ષાન્તે મિલ્કત સીલીંગ નળ-ગટર જોડાણ દૂર કરવા જેવી કાર્યવાહી કરવામાં આવે છે.

આ તમામ કામગીરી કે દાદાગીરી સામાન્ય નાગરીકો સામે જ થાય છે. નવા કમીશ્નરે ટેક્ષના મોટા દેવાદારોની મિલકતો હરાજી કરવાનો રસ્તો પણ અપનાવ્યો છે. કે તથા મોટા દેવાદારોને નોટીસો આપી ને મિલકતવેરો વસુલ કરવા પ્રયાસ થયા છે. પરંતુ આ કાર્યવાહી સામાન્ય નાગરીકો પુરતી જ સીમિત છે. જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની મિલ્કતો સામે કાર્યવાહી કરવાની તાકાત કોઈ અધિકારી કરી શક્યા નથી. અમદાવાદ શહેરમાં રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતો છે. નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડ હતી. ચાલુ વર્ષની આકારણી સાથે સદર રકમ રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ટેક્ષની રકમ રૂ.૪૦ કરોડ કરતા વધારે છે.

પોલીસ વિભાગની ૩૭૩૪ મિલકતોનો બાકી ટેક્ષ રૂ.ર૦ કરોડ થાય છે. એરપોર્ટ ઓથોરીટીના બાકી મિલ્કત વેરાની રકમ રૂ.૨૨ કરોડ છે. જયારે પોસ્ટલ વિભાગની૧૦૬મિલકતો ના ટેક્ષ પેટેરૂ.૭.પ૦ કરોડ ની વસુલાત બાકી છે.  આ તમામ બાકી લેણાપૈકી રાજય સરકારના લેણાની વસુલાત થઈ શકે તેમ છે. પરંતુ કેન્દ્ર સરકારની મિલકતોના બાકી લેણાની વસુલાત કપરી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. જેમાં રેલવે મિલકતોનો સમાવેશ થતો નથી. મ્યુનિ.કોર્પોરેશને ર૦૧ર-૧૩ના વર્ષથી રેલવેમિલકતોની આકારણી શરૂ કરી છે. ર૦૧ર-૧૩માં કાલુપુર રેલવે સ્ટેશનની આકારણી રૂ.૮૯ લાખ કરવામાં આવી હતી. ત્યારબાદ ર૦૧૩-૧૪ થી દર વર્ષે નિયમિત પ્રોપર્ટી ટેક્ષના બિલો રેલવે વિભાગને મોકલવામાં આવે છે. પરંતુ હજી સુધી રાતીપાઈ પણ મિલ્કતવેરા પેટે ભરપાઈ કરી નથી. જેના કારણે માત્ર રેલવે વિભાગ પાસે મિલ્કતવેરા પેટેની બાકી રકમ રૂ.૧૬.૨૫ કરોડ થઈ ગઈ છે.

શહેરના મણિનગર, વટવા, સાબરમતી, સરદારનગર, ચાંદલોડીયા સહીતના રેલવે સ્ટેશનો તથા અન્ય મિલકતો પેટે રૂ.રપ કરોડના મિલકતવેરો બાકી છે. ર૦૧૮-૧૯ના બાકી આંકડા મુજબ દક્ષીણ ઝોન ના મણીનગર અને વટવા રેલવે સ્ટેશન તથા અન્ય મિલકતો પેટે રૂ.૧.૮૭ કરોડ બાકી છે. દક્ષિણઝોનમાં રેલવેની ૨૧૧ મિલકતો છે. ઉત્તરઝોનમાં ૮૭ મિલકતો પેટે રૂ.૧.૬૨ કરોડ પૂર્વ ઝોનની ર૧ મીલકતો પેટે રૂ.૩.૩૦ લાખ પશ્ચિમઝોનની ૩૦૪ મિલકતો પેટે રૂ.૧.૭૪ કરોડ અને નવા પશ્ચિમઝોનની ર૪ મિલકતો પેટે રૂ.૩૯.૮૦ લાખ બાકી છે. જયારે મધ્યઝોનની ૧૯ મિલકતો નો બાકી ટેક્ષ રૂ.૧૦.૫૩ કરોડ છે. ર૦૧૮-૧૯ માં રેલવે વિભાગ ના બાકી મિલકતવેરાની રકમ રૂ.૧૧.૬૯ કરોડ હતી. ચાલુ નાણાંકીય વર્ષની આકારણી સાથે રેલવે ખાતા પાસે રૂ.ર૦ કરોડના બાકી લેણા હોવાનું ટેક્ષખાતાના સુત્રોએ જણાવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ એરપોર્ટ ઓથોરીટી, પાસપોર્ટ કચેરી તેમજ રેલવે વિભાગની મિલકતો વસુલ કરવા માટે સુપ્રિમકોર્ટમાં રીટ કરી હતી.

જેમાં અમદાવાદ મનપા પણ પાર્ટી તરીકે જાડાઈ હતી. આ મુદ્દે હકારાત્મક પરીણામ મળ્યા બાદ મનપા દ્વારા રેલવે વિભાગ સાથે મિલકતવેરા મામલે મીટીગો થઈ હતી. ત્યારબાદ આકારણી કરવામાં આવી હતી. પરંતુ રેલવેખાતાએ મિલકતવેરા પેટે રાતીપાઈ પણ જમા કરાવી નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારી મિલકત હોવાથી વ્યાજની ગણત્રી કરવામાં આવતી નથી. અન્યથા રેલવે ખાતાના બાકી લેણાનો આંકડો રૂ.પ૦ કરોડ ને પાર કરી ગયો હોત તેમ સુત્રો એ વધુમાં જણાવ્યું હતું.

રેલવે વિભાગની બાકી મિલ્કતવેરાની યાદી
ઝોન  મિલ્કતોની સંખ્યા કુલ બાકી રકમ
મધ્ય  ૧૯  ૧૦૫૩૯૬૩૨૫
ઉત્તર ૮૭ ૧૬૨૩૪૫૦૦
દક્ષિણ ૨૧ ૧ ૧૮૭૬૯૨૪૭
પૂર્વ ૨૧ ૩૨૯૮૭૯
પશ્ચિમ ૩૦ ૪ ૧૭૪૬૬૦૦૧
નવા પશ્ચિમ ૨૪ ૩૯૮૦૫૨૧
કુલ ૬૩૭ ૧૬૨૧૭૬૪૭૩

 

રેલવે વિભાગની મુખ્ય મિલ્કતોના બાકી ટેક્ષની યાદી
સ્થળ  બાકી રકમ
કાલુપુર રેલવે સ્ટેશન બિલ્ડિંગ ૮૮૭૭૮૫૦૨
કાલુપુર રેલવે સ્ટેશનના પાંચ પે એન્ડ પાર્ક ૧૦૭૭૯૬૭૭
ડિવિઝનલ મેનેજર ઓફિસ ૯૨૨૩૬૯૦
ડિવિઝનલ મેનેજર ઓફિસ (કેન્ટીન) ૧૨૩૨૬૬૦
ડિવિઝનલ મેનેજર ઓફિસ
(અમદુપુરા, અસારવા, સરસપુર) રેલવે યાર્ડ ૧૦૪૧૦૪૧
ડિવિઝન રેલવે ઓફિસ (ગુડ્‌ઝ શેડ) ૯૮૬૯૭૬૩
મણિનગર રેલવે સ્ટેશન ૨૬૭૦૩૫૫
મણિનગર રેલવે સ્ટેશન પાર્કિગ ૮૮૭૭૩૫
વટવા રેલવે સ્ટેશન ૧૯૮૫૨૧૦

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.