Western Times News

Gujarati News

IIM ઇન્દોરે ઇન્ડિયા અને ભારત વચ્ચે સેતુરૂપ બનવા માટે ટિકટોક સાથે એમઓયુ કર્યા

  • શ્રેષ્ઠ મેનેજમેન્ટ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, વાટાઘાટ અને ડિજિટલ પરિવર્તન માટે શોર્ટ ફોર્મ વીડિયો પર સૌપ્રથમ કોર્સ મોડ્યુલ

આઇઆઇએમ ઇન્દોર અને ટિકટોક સંયુક્તપણે ભારતમાં સંરક્ષણ અને ડાયલોગ સીરિઝનું આયોજન કરશે, જેમાં જવાબદાર નેતૃત્વ અને લોકો માટે વધારે સારી નીતિ કેવી રીતે બનાવવી એના પર ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સામેલ છે. આ પાર્ટનરશિપનો ઉદ્દેશ ટોપ બી સ્કૂલનાં વિદ્યાર્થીઓ, મિડ-કેરિયર સીનિયર મેનજેમેન્ટ પ્રોફેશનલ, સરકારી અધિકારીઓ, સ્માર્ટ સિટીનાં સીઇઓ, સનદી અધિકારીઓ, પરિવાર સંચાલિત વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોને ભવિષ્યનાં મેનેજમેન્ટ સંબંધિત પડકારો અને ડિજિટલ પરિવર્તન માટે તૈયાર કરવા પ્રથમ પ્રકારનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત મોડ્યુલ તૈયાર કરવાનો છે.

આઇઆઇએમ ઇન્દોર અને ટિકટોકે સરકારી વિભાગો, કાયદાનો અમલ કરાવવા માટે જવાબદાર સંસ્થાઓ અને સરકારી યોજનાઓનાં અમલમાં પાર્ટનર્સ માટે હેકેથોન સહિત ઇન્ટરનેટ સલામતી અને ઉત્પાદકતાનો ઉપયોગ કરવા પર સારી પદ્ધતિઓ જણાવવા પર સંયુક્તપણે ટ્રેનિંગ અને કાર્યશાળાઓનું આયોજન કર્યું છે. નાગરિકો માટે વહીવટીનાં શ્રેષ્ઠ સોલ્યુશનને પ્રોત્સાહન આપવા, સરકારી વિભાગોની ક્ષમતા ઊભી કરવા, ડિજિટલ સુખાકારી, માર્કેટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટમાં વીડિયો સ્ટોરનાં ટૂંકા સ્વરૂપની અસર પર જાગૃતિ લાવવા, વાટાઘાટ કરવા, રોજગારી અને કુશળતાઓ વધારવા આ પ્રકારની પ્રથમ પાર્ટનરશિપ કરવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોરે પાર્ટનરશિપ સંચાલિત લાંબા ગાળાની કાયમી અસર ઊભી કરવા ટિકટોક સાથે જોડાણ કર્યું છે.

ટિકટોક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર આઇઆઇએમ ઇન્દોરનાં ડાયરેક્ટર પ્રોફેસર હિમાંશુ રાયે કહ્યું હતું કે, “અમે સ્ટોરીટેલિંગ સ્વરૂપે શોર્ટ વીડિયો કન્ટેન્ટ  વિકસાવવા તથા અમારા મુખ્ય પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ એમ બંનેમાં કમ્યુનિકેશન, વાટાઘાટ, માર્કેટિંગ અને સ્ટ્રેટેજી પોગ્રામમાં એને સામેલ કરવા ટિકટોક સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ.

આ પાર્ટનરશિપ સાંદર્ભિક રીતે પ્રસ્તુત, આંતરરાષ્ટ્રીય સ્તરની, સામાજિક વિષયો પર જાગૃત સંસ્થા બનવાની આઇઆઇએમ ઇન્દોરની લાંબા ગાળાની યોજનાને અનુરૂપ છે. સંયુક્તપણે અમે આ પરિવર્તનકારક અદ્યતન પ્લેટફોર્મ ટિકટોકની ક્ષમતાનો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ અને એનો ઉપયોગ સુખી, સમૃદ્ધ અને સંપન્ન ભારતનું નિર્માણ કરવા સમુદાયને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ. સાત ઉચ્ચ સ્તરીય નીતિગત જોડાણો અને ઇ-સર્વિસીસ ડિલિવરી તથા મુખ્ય નીતિનિર્માતાઓ માટે સમસ્યાઓનું સમાધાન કરવા માટે કાર્યશાળાઓ તેમને ઇન્ટરનેટનો વધારે સારો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. નવી કુશળતાઓ શોધીને અને યુવાનોને સક્ષમ બનાવીને અર્થતંત્રને વેગ આપવા આ પાર્ટનરશિપ ઉપયોગી પુરવાર થશે એવી આશા અમને છે.”

આ પ્રસંગે ટિકટોક ફોર ગૂડના હેડ ડો. સુબી ચતુર્વેદીએ કહ્યું હતું કે, “અમને તમામ માટે અદ્યતન ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ ઇન્દોર જેવી ટોપ મેનેજમેન્ટ સ્કૂલ સાથે જોડાણ કરવાનો ગર્વ છે, જે ભવિષ્યનાં નવા પ્રકારનાં કાર્ય તરફ દોરી જશે, વિવિધ પ્રકારની કુશળતાઓ વધારશે, મેનેજમેન્ટ પ્રોફેશનલ અને  નીતિનિર્માતાઓને રોજગારીની તકો વધારવામાં મદદરૂપ થશે,

તેમને સારો વહીવટ કરવામાં સહાયક થશે, નિર્ણય લેવામાં મદદ કરશે અને ભારતનાં સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે વૃદ્ધિની નવી તકો ઊભી કરશે. ઇન્ટરનેટ એક સૌથી વધુ શક્તિશાળી માધ્યમ છે, જેણે આપણા કામ કરવાની, આપણા જીવનની અને રમવાની દિશા બદલી નાંખી છે.

આ નવી જાણકારીઓનો સ્ત્રોત છે અને એમાં અનેક સંભવિતતાઓ રહેલી છે. ટિકટોકે આપણી સ્ટોરી કહેવાની રીત બદલી છે અને અત્યારે આપણે નવા ભારતનો ઉદય જોઈ રહ્યાં છે તેમજ ટિકટોક ફોર ગૂડનો ઉપયોગ કરીને ભારત વિકાસને માર્ગે અગ્રેસર છે. અમને એ જોઈને આનંદ થાય છે કે, આઇઆઇએમ ઇન્દોર સાથે પાર્ટનરશિપ કરીને ટિકટોક ઇન્ડિયા અને ભાર વચ્ચે સેતરૂપ બની છે.”

ડો. રાયે ઉમેર્યું હતું કે, “આઇઆઇએમ ઇન્દોર દુનિયામાં થોડી “ટ્રિપલ ક્રાઉન” એક્રેડિટેશન સંસ્થાઓમાં સામેલ છે અને એટલે ભારત અને ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારે ટેકનોલોજીમાં સતત પરિવર્તન થઈ ર હ્યું છે, જેથી આપણા દેશની પ્રગતિ માટે એનો વધારે સ્વીકાર કરવાની અને ઉપયોગ કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ સાથે આઇઆઇએમ ઇન્દોર  આપણી વૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષમતાઓ પ્રદર્શિત કરવા ઇચ્છે છે તથા આ પાર્ટનરશિપ એ દિશામાં એક પગલું છે.”

ડો. ચતુર્વેદીએ ઉમેર્યું હતું કે, “દુનિયાભરમાં ટિકટોકનું વીડિયો સ્ટોરી ટેલિંગનું ટૂંકું સ્વરૂપ કમ્યુનિકેશનની નવી ભાષા બની ગયું છે તથા ઇન્ડિયા અને ભારત વચ્ચે સેતુરૂપ બન્યું છે. વળી આ દુનિયાને એવું પણ જણાવે છે કે, ભારત મનોરંજક, આનંદદાયક, પ્રેરક રચનાત્મક વીડિયો દ્વારા દુનિયાને શાંતિ સ્થાપિત કરવા, ઇનોવેશનને વેગ આપવા અને સારાં માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઘણી ક્ષમતા ધરાવે છે. મોટા મેટ્રોથી લઈને નાનાં શહેરો તથા ભારતનાં અંતરિયાળ વિસ્તારોના યુવાન ભારતીયો તેમની સ્ટોરી સાથે અભિવ્યક્તિનાં સ્વતંત્રતાનો લાભ લે છે અને ઓરિજિનલ વીડિયો વહેંચે છે. આ પાર્ટનરશિપ સરકાર, ઉદ્યોગ, મીડિયા અને સમાજ સહિત તમામ હિતધારકો દ્વારા સંયુક્તપણે સારી કામગીરી કરવા અને ડિજિટલ સુખાકારી માટે ઇન્ટરનેટનો અર્થપૂર્ણ અને ફળદાયક ઉપયોગ કરશે.”

ટિકટોકે ડિજિટલ લિડરસી વર્કશોપ, ક્ષમતા નિર્માણ અને તમામ રાજ્યોમાં કેટલીક હેકેથોનનું આયોજન કરીને ભારતને સંપૂર્ણપણે જોડવા અને સક્ષમ બનાવવાના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા આઇઆઇએમ ઇન્દોરને સપોર્ટ પણ કરશે, જેનો ઉદ્દેશ યુવા પેઢીને એકબીજા સાથે જોડવાનો તથા તેમને ટેક કે નોન-ટેક સોલ્યુશન્સ સાથે જુદી જુદી સમસ્યાઓનું સમાધાન રજૂ કરવા અને શ્રેષ્ઠ ઇ-ડિલિવરી અને સારાં વહીવટનાં સૂચનો કરવા પ્રોત્સાહન આપવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.