Western Times News

Gujarati News

બિગ બજારના ‘સબસે સસ્તે ૫ દિન’ ૨૨થી ૨૬ જાન્યુઆરી સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ શરૂ થશે

File

દેશના સૌથી પસંદિત હાઇપર માર્કેટ ચેઇન બિગ બજાર એક વાર ફરીથી પોતાના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ, ‘સબસે સસ્તે ૫ દિન’ લઇને આવ્યાં છે. ૨૨થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે દેશભરના બધા બિગ બજાર સ્ટોર, બિગ બજાર જેન નેક્સ્ટ અને હાઇપર સિટી સ્ટોર્સમાં ‘સબસે સસ્તે ૫ દિન’ના ધમાકેદાર ડીલ્સનો ફાયદો લઇ શકશે. બિગ બજારના ‘સબસે સસ્તે ૫ દિન’ તે સમય પર આવ્યાં છે, જ્યારે બધા ભારતીય પરિવાર ઓછા બજેટમાં વધારેમાં વધારે ખરીદારીની તલાશમાં છે. ધમાકેદાર ડીલ્સ, કોમ્બો ઓફર અને ફૂડ, ફેશન, હોમ ફર્નિશિંગ, લગેજ, કિચનવેર અને રોજમર્રાના સામાનો પર જોરદાર છૂટના કારણે આ વખતે બિગ બજારના ‘સબસે સસ્તે ૫ દિન’ આકર્ષક અને શ્રેષ્ઠ હશે.

૨૦૨૦ના પહેલાં ‘સબસે સસ્તે ૫ દિન’નાં અવસર પર બિગ બજારના સીઇઓ શ્રી સદાશિવ નાયકે જણાવ્યું કે, “દરેક પરિવારને વર્ષના દરેક સમય રોજમર્રાના ઘરેલૂ સામાન અને ફેશન ઉત્પાદનની જરુર હોય છે. આ જરુરતનો ખ્યાલ રાખતાં અમે આ વર્ષના‘સબસે સસ્તે ૫ દિન’ને પાછલાં વર્ષના મુકાબલે વધારે મોટી અને ધમાકેદાર બનાવી છે. આ ૫ દિવસ દરમિયાન અમારા ગ્રાહકોને પોતાનાં પૈસાની સૌથી વધારે કિંમત વસૂલવાની સાથે પોતાના ઘરોંમાં વધારે ખૂશીઓ લાવવાની તક મળશે.”

ગ્રાહક ખાવા પીવાના સામાનોંની મોટી રેન્જ પર સૌથી ઓછી કિંમત, બે ખરીદો એક મફત મેળવો, ફેશન ઉત્પાદોં પર ફ્લેટ ૫૦ ટકા છૂટ, ૧૩૫૦૫ રુપિયા કિંમતવાળા હોમ કિચન કોમ્બો અડધી કિંમતથી પણ ઓછી ૪૯૯૯માં, ૩૯૯૯૦ રુપિયાની ૪૩ ઇંચ કોર્યો ટીવી માત્ર ૧૪૯૯૯માં અને એરિસ્ટોક્રેટ, સફારી, કૈમલિએન્ટ, સ્કાઇબેગ જેવા બ્રાન્ડના ટ્રોલી બેગ પર ફ્લેટ ૭૦ ટકા ડિસ્કાઉન્ટ જેવી જોરદાર ઓફર્સથી ખુશ થઇ જશે.

‘સબસે સસ્તે ૫ દિન’ દરમિયાન બિગ બજાર સ્ટોર્સમાં ખરીદદારી માટે બધાનું સ્વાગત કરતાં દિવ્યાંગો અને બુજુર્ગોને પહેલાં બિલિંગની સુવિધા આપી રહ્યાં છે. સાથે ગર્ભવતી અને નાનાં બાળકોં સાથે ખરીદદારી કરવા આવતી મહિલાઓને પણ પહેલાં બિલિંગની સુવિધા આપવામાં આવશે. સાથે ૧૦ અથવા તેનાથી ઓછી પ્રોડક્ટવાળાને પણ લાઇનમાં ઉભા રહેવાની જરુર નથી, તે મોબાઇલ એક્સપ્રેસ કાઉન્ટરનો ઉપયોગ કરી શકે છે. સાથે કેટલાંક શહેરોનાં સ્ટોર્સમાં હોમ ડિલિવરીનો ફાયદો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.