Western Times News

Gujarati News

મ્યુનિ. કોપોરેશન ૧૦૦ સ્માર્ટ ટોયલેટની ખરીદી કરશે

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં માત્ર બે દિવસના વરસાદમાં જ રપ૦ કરતા વધારે ઝાડ તૂટી ગયા છે. તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના માટે અસરકારક કાર્યવાહી કરવા તથા વિધાર્થીઓ માટે વાંચનાલયના સમયમાં વધારો કરવા તથા ટવીન ટોયલેટની ખરીદી કરવા માટે મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજુઆત થઈ હતી.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ રપ૦ કરતા વધારે ઝાડ તૂટી જવા તે અસામાન્ય ઘટના છે. જેના માટે વોલ ટુવોલ રોડ અને ખોદકામ મુખ્ય કારણ છે. તદ્‌ઉપરાંત ટ્રીમીંગ કરવામાં પણ કોન્ટ્રાકટરો બેદરકાર સાબિત થયા છે. તેથી આગામી સમયમાં મે મહીનામાં જ ટ્રીમીંગ કરવા માટે સુચના આપવામાં આવી છે.

મ્યુનિ. વાંચનાલયમાં વિધાર્થીઓની માંગણીને ધ્યાન આપી ને સમય વધારવામાં આવશે. હાલ સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી વાંચનાલય ખુલ્લા રહે છે. વાંચનાલયમાં કોન્ટ્રાકટર પધ્ધતિથી કર્મચારીઓની ભરતી કર્યા બાદ સવારે આઠ થી રાત્રીના આઠ વાગ્યા સુધી વાંચનાલય ખુલ્લા રહેશે. વાંચલનાલય મોડે સુધી ખુલ્લા રહે તે માટે વિધાર્થીઓએ સ્વૈચ્છીક સેવા આપવા માટે તૈયારી દર્શાવી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ક્રમાંક મળ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં યુરીનલ કે પે એન્ડ યુઝ ન હોવાની ફરીયાદો આવી રહી છે. સ્માર્ટસીટી અંતર્ગત ૧૦૦ સ્માર્ટ ટોયલેટની ખરીદી કરવામાં આવશે. કલેકટર કચેરીથી ગાંધી આશ્રમ સુધીના વિસ્તારમાં “ઓન રોડ પાર્કીગ” કાર્યરત કરવામાં આવશે. શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ડ્રેનેજ બેકીંગ ની સમસ્યાના નિવારણ માટે જેટીંગ તથા સુપરસકર મશીનની ખરીદી કરવામાં આવશે.

ચાર સુપરચકર મશીનની ખરીદી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. ભદ્ર પ્લાઝામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેને કમનસીબે ઘટના માની શકાય છે. સામાન્ય રીતે કોર્ટ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો નથી. તેથી મ્યુનિ. કમીશ્નર અને જવાબદાર અધિકારીઓ આ મામલે સ્થળ તપાસ કરશે કાળી ગરનાળા પાસે રેલવે વિભાગ દ્વારા પાળા કરવામાં આવ્યા હોવાથી પાણીનો નિકાલ થતો નથી.

મ્યુનિ. કમીશ્નર આ મામલે રેલવે અધિકારીઓ સાથે મીટીંગ કરી ને યોગ્ય ઉકેલ લાવશે. રાયખડ વિસ્તારમાં ખારૂનાળા ગલીમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. તેથી રથયાત્રા બાદ રાયખડથી ઢાલગરવાડ સુધીના દબાણો દુર કરવામાં આવશે જેના માટે પોલીસ બંદોબસ્ત પણ મળી ગયો છે.

નરોડા વિસ્તારના વ્રજભૂમિ પાર્ટી પ્લોટમાં ટોરેન્ટ પાવર દ્વારા વીજજાડાણ આપવામાં આવતું નથી. વીજ જાડાણ માટે કોર્પોરેશન પાસે સબ સ્ટેશન બનાવવાની જમીનની માંગણી કરવામાં આવે છે. જે અશકય છે. તેથી આ અંગે નીતિ તૈયાર કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.