Western Times News

Gujarati News

ગાંધીનગરમાં આયોજિત કોન્ફરન્સમાં નવા ઉપકરણો પ્રદર્શિત કરતું ફ્યુઝી ફિલ્મ

ગાંધીનગર,   ગાંધીનગરમાં ગુરૂવારે મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલ ૭૩મી વાર્ષિક આઇઆરઆઈએ કોન્ફરન્સમાં ફ્યુજી ફિલ્મ દ્વારા મેમોગ્રાફીની નવીન ટેકનોલોજીનું નિદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે સ્તન કેન્સરના વહેલા નિદાન માટે ખૂબ જ  અસરકારક સાબિત થઈ શકે તેમ છે. આ તબક્કે ઉપસ્થિત હૈદરાબાદની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ અને બ્રેસ્ટ ઇમેજિંગ  સ્પેશિયાલિસ્ટ  ડો. રશ્મિ સુધીરે જણાવ્યુ હતું કે “મેમોગ્રાફી દ્વારા  બ્રેસ્ટ કેન્સરનું પ્રારંભિક તબક્કે નિદાન કરી શકાય છે. અત્યારના યુગમાં મહિલાઓમાં ૪૦ની વય પછી વધતાં જતાં સ્તન કેન્સરના જોખમને અગાઉથી, એટલે કે તેના શરૂઆતના તબક્કે જ નિદાન કરી તેની આગોતરી સારવાર થકી મોટી ભયાનક અને પીડાદાયક સારવાર લેવામાથી દર્દી બચી શકે છે. એટલું જ નહિ, આર્થિક સંકટને પણ ટાળી શકે છે.”

આઈઆરઆઈએ 2020 સાથે સહયોગ પર બોલતાં ફુજી ફિલ્મ ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર  હારુ તોઈવાતાએ જણાવ્યું હતું કે આજની કંપનીઓ આરોગ્ય સંભાળની ગુણવત્તા સુધારવા માટે સંપૂર્ણ કેન્દ્રિત છે અને ફુજી ફિલ્મમાં અમે સૈદ્ધાંતિક રીતે ઉદ્યોગની જરૂરતોને ધ્યાનમાં રાખીને આધુનિક ઈમેજિંગ વ્યૂહરચનાઓ લાવવા માટે વચનબદ્ધ છીએ. વધતા ડિજિટલાઈઝેશન અને આરોગ્ય સંભાળમાં એઆઈના ઉપયોગ સાથે અમારું લક્ષ્ય અમારા ઉપભોક્તાઓને અત્યાધુનિક ટેકનોલોજીઓ સાથે ઉચ્ચમૂલ્યની સંભાળ આપવાનું છે. આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નવી પહેલ પાડનાર તરીકે અમને ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસિયેશન ની 73મી નેશનલ કોન્ફરન્સ ખાતે તબીબી પ્રણાલીઓની અમારી વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવાનું ગૌરવજનક લાગે છે. અમે ઉત્તમ પરિણામ આપવા માટે ચિકિત્સકોને મદદરૂપ થવા અને આરામદાયક, કાર્યક્ષમ પ્રક્રિયાઓ પ્રદાન કરવા માટે આ ટેકનોલોજી ઓ તૈયાર કરી છે.

આ કાર્યક્રમના ભાગ રૂપે ફયુજી ફિલ્મ તેનાં નવાં તબીબી ઉપકરણો પ્રદર્શિત કરશે, જેમાં એફડીઆર-સ્માર્ટએફ, એફડીઆર-ડી- ઈવો 2, એફડીઆર- એસઈલાઈટ, એફસીઆર- પ્રાઈમાટી, ફુલફિલ્ડડિજિટલમેમોગ્રાફી (એફએફડીએમ)- એમ્યુલેટઈનોવેલિટી એન્ડ સિનેપ્સ પીએસીએસનો સમાવેશ થાય છે. ડીઆર સિસ્ટમ્સમાં કંપની એફડીઆર સ્માર્ટ એપ પ્રદર્શિત કરશે, જે ફયુજી ફિલ્મની નવી ઉચ્ચ ગુણવત્તાની, ખર્ચ અસરકારક ડિજિટલ એક્સ-રે સિસ્ટમ છે, જે આસાનીથી મર્યાદિત જગ્યામાં ગોઠવી શકાય છે અને ઉપયોગમાં આસાન છે.

એફડીઆરડી–ઈવો સિરીઝમાં કંપની એફડીઆર-ડી-ઈવો-2 ડિટેક્ટર પ્રદર્શિત કરશે, જે સ્માર્ટ ઈમેજ પ્રોસેસિંગ અને દરદીઓ માટે ડોઝની કાર્યક્ષમતા દર્શાવશે. ફયુંજી ફિલ્મ વાર્ષિક બેઠકમાં એફડીઆરએસ ઈલાઈટ રેટ્રોફિટ ડીઆર ડિટેક્ટર પણ દર્શાવશે. ડિટેક્ટર સ્પેશિયાલ્ટી અને નાનાં તબીબી વ્યવહારો માટે ડીઆર ટેકનોલોજી લાવવા માટે ફયુઝી સુસજ્જ છે. સીઆર સિસ્ટમ્સમાં ફુજી ફિલ્મ પ્રાઈમાટીએમ પ્રદર્શિત કરશે, જે મેમોગ્રાફી અભિમુખતા સાથેનું એફોર્ડેબલ હાઈ- સ્પીડ ઈમેજ પ્રોસેસિંગ ટેબલટોપ એફસીઆર (ફુજીકોમ્પ્યુટેડરેડિયોગ્રાફી) છે. મશીન જગ્યા બચાવતી ડિઝાઈનને ટેકો આપે છે અને 50 માઈક્રોન રિઝોલ્યુશનની ઉત્કૃષ્ટ ઈમેજ ગુણવત્તા આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.