Western Times News

Gujarati News

ખંભાત પાસે હિંસા ભડકતા એકનું મોત : અનેક ઘાયલ

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને ૨૫થી વધુ ટીયરગેસના શેલ છોડાયા : તોફાની તત્વો સામે કાર્યવાહી

અમદાવાદ: આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરામાં બે જૂથ સામ સામે આવી જતાં જારદાર પથ્થરમારાની શરૂઆત થઇ હતી. સાથે સાથે આ ઘટનાએ ખતરનાક સ્વરુપ ધારણ કર્યું હતું. બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસા દરમિયાન પથ્થરમારાની સાથે સાથે ફાયરિંગની ઘટના પણ બની હતી. ફાયરિંગની આ ઘટનામાં એકનું મોત થયું હતું.

ગોળીબાર કરનારને લઇને હજુ સુધી કોઇ માહિતી મળી રહી નથી. હિંસા દરમિયાન એકના મોતથી ખળભળાટ મચી ગયો છે. સાથે સાથે હિંસા દરમિયાન પોલીસને ૨૫થી વધુ ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ઘરમાં આગ ચાંપવાની ઘટના પણ બની હતી. Âસ્થતિને કાબૂમાં લેવા માટે તરત જ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. કેટલાક તત્વોની ઉશ્કેરણીથી આ હિંસાની શરૂઆત થઇ હતી. કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયા હિંસા બાદ તીવ્ર કરવામાં આવી હતી. ટોપના અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બપોરના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી. તકરાર થતા બંને જૂથ સામે આવી ગયા હતા અને એકબીજા પર જારદાર રીતે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ અને સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરંતુ પોલીસની હાજરીમાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર પર પથ્થરમારો ચાલું રાખ્યો હતો. ટોળાએ કેટલાક ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. બસ સ્ટેન્ડ પાસે થયેલા ફાયરીંગમાં એક આધેડનું મોત નીપજતાં વાત વણસી હતી,  તો સમગ્ર હિંસામાં દસ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. વાતાવરણ ડહોળાતાં સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જા કે, પોલીસ સુરક્ષા વધારી દઇ સમગ્ર ખંભાતમાં પેટ્રોલીંગ અસરકારક બનાવી દેવાયું હતું.

આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરામાં આજે બપોરે નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે વાતાવરણ ડહોળાયુ હતુ અને બંને જૂથ દ્વારા એકબીજા પર જારદાર રીતે પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો, જેને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ. બંને જૂથના તોફાની તત્વો દ્વારા સતત પથ્થરમારો કરવાની સાથે સાથે કેટલાક વાહનોમાં આગચંપી પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી. જા કે, બંને જૂથના લોકો એટલી હદે ઉશ્કેરાયેલા અને આવેશમાં હતા કે, પોલીસની હાજરીમાં જ બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો ચાલુ રાખ્યો હતો.

બસ સ્ટેન્ડ પાસે ફાયરીંગમાં એક આધેડનું મોત નીપજયુ હતુ, તો સમગ્ર હિંસામાં દસ જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જેને લઇ સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે ભારે જહેમત બાદ બંને જૂથના લોકોને શાંત પાડી પરિસ્થિતિ થાળે પાડી હતી. જા કે, પથ્થરમારા અને આગચંપીના બનાવોને લઇ ખંભાત પંથકમાં વાતાવરણ તંગદિલીભર્યુ બની ગયુ હતું. જેના કારણે પોલીસે તાત્કાલિક ધોરણે અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ લોખંડી બનાવી વધારાનો બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. પોલીસે પરિસ્થિતિને  ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પંથકમાં પેટ્રોલીંગ સઘન બનાવી દીધુ હતું. શુક્રવારે જુમ્માની નમાઝના સમયે જ બે જૂથ આમને સામને આવ્યા હતા.

અકબરપુરા વિસ્તારની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પતંગના જુના ઝગડામાં મામલો બિચક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોળીબારની ઘટનાને લઇને પણ વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. ગોળીબાર પોલીસ તરફથી થયો કે પછી ખાનગીરીતે કરાયો તેને લઇને માહિતી મળી શકી નથી. સામ સામે હિંસા થયા બાદ દુકાનો અને વેપારી પેઢીઓ ઝડપથી બંધ થવા લાગી હતી. રસ્તાઓ પણ સુમસામ બની ગયા હતા. તમામ ટોચના અધિકારીઓએ ઘટનાની નોંધ લીધી હતી. સીસીટીવીના આધાર પર તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.