Western Times News

Gujarati News

ગુજરાતના પ૦૦થી વધુ વહેપારીઓએ ચીનનો પ્રવાસ રદ કર્યો

કોરોના વાયરસના પગલે વિદેશી પ્રવાસીઓનું થર્મલ ચેકિંગ : તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આરોગ્ય ટીમો તૈનાત

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના પગલે ભારતમાં પણ ત્વરિત પગલા ભરવામાં આવી રહયા છે અને દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે અને આ તમામ શહેરોમાં હોÂસ્પટલોમાં અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં તમામ શંકાસ્પદોના મેડીકલ ટેસ્ટ કરવામાં આવી રહયા છે આ પરિસ્થિતિ  વચ્ચે ગુજરાત રાજયના પ૦૦થી વધુ વહેપારીઓએ ચીનનો પ્રવાસ રદ કર્યો છે અને ચીનમાં રહેલા ગુજરાતના પ્રવાસીઓ પણ પરત ફરવા લાગ્યા છે.


ચીનની અંદર કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ચીન સત્તાવાળાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત પગલા ભરી અસરગ્રસ્તોને સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ ઉપરાંત કેટલાક શહેરોને સીલ કરી દેવામાં આવ્યા છે. ચીનના મોટાભાગના વિસ્તારોમાં આ વાયરસના પગલે અફડાતફડીનો માહોલ જાવા મળી રહયો છે. ચીનમાં ફેલાયેલા આ વાયરસના પગલે અન્ય દેશો પણ સતર્ક બનેલા છે અને વાયરસને ફેલાતો અટકાવવા માટે ઝડપથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી સતત બેઠકો યોજાઈ રહી છે અને તેમાં મહત્વપૂર્ણ પગલાંઓ ભરવાનો નિર્ણય લેવાયો છે જે અનુસાર ભારત દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટો પર વિદેશથી આવતા પ્રવાસીઓનું થર્મલ ચેકિંગ કરવામાં આવી રહયું છે. ગઈકાલે ર૦ હજારથી વધુ પ્રવાસીઓનું ચેકિગ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક શકમંદોને ખાસ વોર્ડમાં મેડીકલ તપાસ માટે રાખવામાં આવ્યા છે.

ચીનમાંથી ભારત પરત આવતા તમામ લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહયું છે. ચીનમાં હાલ બીઝનેસ ફેર ચાલી રહયો છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં વહેપારીઓ ચીન જઈ રહયા છે પરંતુ આ વાયરસ ફેલાતા ગુજરાતના પ૦૦થી વધુ વહેપારીઓએ તેમનો ચીનનો પ્રવાસ રદ કરી દીધો છે જયારે કેટલાક વહેપારીઓ ચીન પહોંચી ગયા છે તેઓ પણ તાત્કાલિક ભારત પરત ફરી રહયા છે. જાકે આ તમામ વહેપારીઓનું થર્મલ ચેકિંગ કરવામાં આવશે.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર પણ વિદેશી પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. જાનવરમાંથી ફેલાયેલા આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે હાલ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને અનેક સ્થળો ઉપર હોÂસ્પટલોમાં અલાયદો વોર્ડ શરૂ કરી દેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.