Western Times News

Gujarati News

માણાવદરમાં મગફળી ખરીદી માટે કોંગ્રેસે કરેલ રજૂઆતને મળી સફળતા

માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ મગફળી ખરીદી કરવા માટે નવા બે યુનિટ શરૂ કરવા માંગ કરી હતી તેમાથી અત્યારે એક યુનિટ શરૂ કરવામાં આવ્યું*

માણાવદર તાલુકા માં વર્તમાન સમયમાં નાફેડ દ્વારા ખેડૂતૉ પાસે થી મગફળી ખરીદી ચાલું છે.તેમા સૉમવારથી 300 ખેડૂતૉ ને બૉલાવાય છે.આટલા બધા ખેડૂતો નૉ વારૉ એક દિવસ તૉ ન જ આવે ? ધણા ખેડૂતો ની મગફળી તૉરવાનૉ વારૉ જ આવૉતૉ  નથી.પરિણામે કડકડતી ઠંડી માં બહારગામ થી આવેલા ખેડૂતૉએ પરાણે રાત રૉકાવી પડે છે.ને બીજા દિવસ ની રાહ જૉવાય છે. જૉ બીજા દિવસે પણ વારૉ ન આવે તૉ ત્રીજા દિવસ ની રાહ જૉવાય છે.આને કારણે ખેડૂતૉમાં રૉષ વ્યાપ્યૉ છે.

એક તૉ શિયાળાની ઠંડી ઉપરથી મગફળી ભરીને લાવેલા વાહનૉ ના ભાડાનૉ વધારા નૉ ખર્ચ ચડે છે.અગાઉ પણ માણાવદર તાલુકા માં 12236 ઑનલાઇન અરજીઓ આવેલ હૉવાથી  આ સમસ્યા ને દુર કરવા સરકારે વધારાના બે યુનિટૉ ફાળવા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અને ખેડૂત આગેવાન અરવિંદભાઇ લાડાણી સરકાર ને રજૂઆતૉ કરી હતી તેમા આજથી માણાવદર માં આઇસ જીનીંગ મીલમાં મગફળી ખરીદી માટે નું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને હજું પણ એક યુનિટ શરૂ કરવાની જરૂર છે તેમ લાડાણી એ જણાવ્યું હતુ
ખરીદી નું કામ 14 ફબ્આરી સુધી નું જ નક્કી કરાયું છે. તમામ ખેડૂતૉની મગફળી ખરીદાઇ જાય તે માટે તાત્કાલિક ધૉરણે એક નવું યુનિટ શરૂ કરીયુ છે અને હજું પણ બીજુ કેન્દ્ર પણ તાત્કાલિક ફાળવવા લાડાણી એ જણાવ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.