Western Times News

Gujarati News

ચીનમાં કરોના વાયરસથી ૮૦ના મોત

બેજિંગ: ચીનમાં ફેલાયેલા ખતરનાક કરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને ૮૦ ઉપર પહોંચી ગયો છે. સમગ્ર ચીનમાં લોકોમાં વાયરસને લઇને ભારે દહેશત અને ફફડાટ જાવા મળે છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં અસરગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે. ચીનના હુબેઇ પ્રાંતમાં આ વાયરસનુ કેન્દ્ર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. વાયરસ હવે ખતરનાક રીતે ફેલાઇને બેજિંગ અને શંઘાઇ સુધી ફેલાઇ ગયો છે.


વાયરસના આગની ઝડપથી થઇ રહેલા ફેલાવાને રોકવા માટે વૈશ્વિક પ્રયાસો વચ્ચે ચીનમાં શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા છે. ચીનમાં કરોના વાયરસના કારણે અસરગ્રસ્તોની સંખ્યા ૩૦ ટકા સુધી વધીને ૨૭૪૪ સુધી પહોંચી ગઇ છે. હુબેઇ પ્રાપ્તમાં ફ્લુ જેવા વાયરસના કારણે મોતનો આંકડો વધીને ૭૬ ઉપર પહોંચી ગયો છે. વુહાનના હુબેઇ શહેરને વાયરસના એપી સેન્ટર તરીકે ગણવામાં આવે છે. ચાઇનીઝ શાસન ધરાવતા હોંગકોંગમાં છ કેસોને સમર્થન મળ્યુ છે. હોંગકોગમાં ચીનથી અને ખાસ કરીને હુબેઇ પ્રાંતમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મુકી દીધો છે.

જા કે હોંગકોંગના લોકો પર આ પ્રતિબંધ નથી. ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાયરસે આતંક મચાવી દીધો છે.

આ દેશો બાદ હવે કરોના વાયરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે. ફ્રાન્સમાં કરોના વાયરસના કારણે ગ્રસ્ત ત્રણ લોકોની ઓળખ થઇ ગઇ છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ હેલ્થના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કરોના વાયરસના કારણે આ બિમારી ફેલાઇ રહી છે. વાયરલ નિમોનિયાની આ બિમારીની સામે લડવા માટે નવી વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે.

માત્ર ત્રણ મહિનાના ગાળામા ંજ વેક્સીનની માનવ ટ્રાયલ કરવામાં આવનાર છે. આ સંસ્થાના અધિકારીઓના કહેવા મુજબ તેમની સંસ્થા  ક્રેમ્બિજ  અને મૈસ બેસ્ડ બાયોટેક કંપનીની સાથે મળીને કરોના વાયરસની સામે લડવા માટે રસી અથવા તો વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. પહેલાથીજ આ યોજના પર કામ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.