Western Times News

Gujarati News

સંજેલી મંડળીના ચેરમેનની વરણી માં ઉમેદવારો અને સભ્યો વચ્ચે તુ તુ મે મે  

સંજેલી: સંજેલી તાલુકા મથકે આવેલી ધી મોટા કદની ખેતી વિષયક સહકારી મંડળીમાં ચેરમેનની વરણી માં ઉમેદવારી પત્ર ભરાતા આદિવાસી રિઝર્વ સીટ હોવાની ચર્ચામાં તુંતું મેંમેં થતાં ઉમેદવારી મોકૂફ રાખી 16 મીએ ફરી વરણી થશે

ગુજરાતમાં ચારણ રબારી ભરવાડ જેવા આદિવાસીના ખોટા પ્રમાણ પત્રને લઇને વિરોધ વંટોળ થઇ રહ્યો છે ત્યારે સંજેલી ખાતે આવેલી ધી મોટા કદની ખેતી વિષયક સહકારી મંડળીમાં  ચેરમેનની વરણી માં આદિવાસી ઉમેદવાર સામે ચોખયાર ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા આદિવાસી ઉમેદવારની રિઝર્વ સીટ હોવાની રજૂઆત કરતાં અન્ય સભ્યો અને ઉમેદવારો વચ્ચે તું તું મેં મેં થતાં  ઉમેદવારોને પેટા કાયદાની કલમો અને પરિપત્ર માંગતા મંડળી પાસે આવા કોઈ પુરાવા ન હોવાથી ઇન્સ્પેક્ટર  કે સી સંગાડાએ ચેરમેનની વરણી મોકુફ રાખી પેટા કાયદા અને કલમો મંગાવી 16 મીએ ફરી ચેરમેનની વરણી કરવા તારીખ નક્કી કરવામાં આવી હતી


જવાબ સંજેલી તાલુકા મથકે આવેલી મંડળીમાં 14 સભ્યો છે ચેરમેનની વરણી માટે સોમવારે મીટિંગ બોલાવતા આદિવાસી અને ચોખયાર વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાતાં ઉમેદવારે આદિવાસી રિઝર્વ સીટ હોવાથી ફોર્મ રદ કરવાની રજૂઆત કરાતાં બંને ઉમેદવાર અને સભ્યો વચ્ચે બોલાચાલી થતાં ચૂંટણી મોકુફ રાખી હતી અને આજે પેટા કાયદાની કલમ મંગાવી જોતાં આદિવાસી રિઝર્વ સીટ હોવાનું જોવા મળ્યું છે

ક્લાર્ક શંકરભાઇ બારીયા     જવાબ સંજેલી ખાતે આવેલી મંડળીમાં મારા સામે મંડળીના કાર્યરત ચેરમેન ઉમેદવારી પત્ર ભરાતા આદિવાસીની રિઝર્વ સીટ હોવાથી આદિવાસી સિવાય અન્ય કોઇ ઉમેદવારી ન કરી શકે જેથી મારી સામે ભરેલું ફોર્મ રદ કરવા રજૂઆત કરી હતી પરંતુ મંડળી પાસે પરિપત્ર ન હોવાથી વરણી મોકૂફ રખાઇ હતી   રાજુભાઇ બારિયા ભમેળા જવાબ  હું દસ વર્ષથી મંડળીનો ચેરમેન છું ખેડૂતોને સેવા આપતો હતો માટે ઉમેદવારી પત્ર ભરી હતી આપણે કોઈનો હક છીનવો નથી પેટા નિયમનો કાયદો જો આદિવાસી રિઝર્વ સીટ હોય તો આપણે ઉમેદવારી કરવી નથી  સુરેન્દ્રસિંહ સોલંકી બંટા બાપુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.