Western Times News

Gujarati News

પાટણના પટોળા અને હૈદરાબાદના પટોળા હવે અમદાવાદમાં પણ મળશે

દેશ ભરમાં જાણીતા અને યુવાનોમાં ફેમસ હોય તેવા ડીઝાઈવેર માટે શ્યામલમાં કે.એન.સ્ટુડીયોનું ઉદઘાટન થયું

યુવાનોમાં દિવસેને દિવસે ફેશનને લઈને ડીમાન્ડ વધી રહી છે હવે એવું પણ નથી કે, પેરીસ, યુરોપના દેશોમાંથી જે ફેશન નિકળે છે એજ ફેશન છે. કેમ કે, ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ લોકોએ પોતાની ક્રિએટિવિટી બતાવી છે. ત્યારે નવા જ પ્રકારની ફેશન અને ફેમશ ડીઝાઈન ગારમેન્ટ માટે શ્યામલ પાસે આવેલા કે.એન. સ્ટુડિયોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેના માલિક સંજયભાઈ પારેખ અને ફાલ્ગુનીબેન પારેખ છે.

સંજયભાઈ પારેખ કે જેઓ આ ફિલ્ડનો ૪૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. આ પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના લાઠીદણવાળા  શાંતિપ્રિયદાસજી વિશેષરૂપે હાજર રહ્યા હતા. જેમના સ્વ હસ્તે જ આ સ્ટુડીયોનું શુભમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે દેશભરમાં જોવા મળતી જુદા-જુદા પ્રકારની લેડીઝ ગારમેન્ટની વેરાયટીનું ડીસપ્લે કરવામાં આવ્યું હતું.

આ શુભ પ્રસંગે કે.એન. સ્ટુડિયોના માલિક સંજયભાઈ પારેખે કહ્યું હતુ કે, અમે આ સ્ટુડીયોના આજના યુવાનોને ગમે તેવા ટ્રેડીશનલ પહેરેવેશની સાથે સાથે દેશભરમાં ફેમસ એવી જુદી-જુદી સ્ટાઈલના ગારમેન્ટ મુક્યા છે. જેમાં પાટણના ફેમસ પટોળાની સાથે સાથે લોકોને હૈદરાબાદના પટોળા પણ અહીં જ અમદાવાદમાં કે.એન. સ્ટુડીયો ખાતે ઉપલબ્ધ કરાશે.

આ સિવાય ડીફરન્ટ સ્ટાઈલની ચણીયાચોલી, લગ્નની ખરીદી માટે સોના, ચાંદીની વરખવાળી સાડી પણ ઉપલબ્ધ કરાશે. અહીંથી આવ્યા બાદ લોકોને ફેશનેબલ ડીઝાઈનવેરની સાથે સાથે ભારત દેશમાં જુદી-જુદી જગ્યાના ફેમસ કપડાઓ એક જ જગ્યાએથી મળી રહેશે.

સાડીમાં તો એક હજારથી લઈને ૨ લાખ સુધીની કિંમતવાળી કિંમતી સાડીઓ મળી રહેશે. તેમાં નવા જ પ્રકારની ફેશનબેલ ડીઝાઈનથી લઈને આજની દરેક મહિલાઓને ગમે તે પ્રકારની ડીઝાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત આૅનર એવા ફાલ્ગુનીબેન પારેખે જણાવ્યું હતું કે, ખાસ કરીને આજની જનરેશનની વિમેન કે જેમને જુદી જ પ્રકારના ફેશનેબલ કે વર્ષોથી ફેમશ હોય તેવા ડીફરન્ટ અને સ્ટાઈલિસ્ટ કપડાઓ પહેરવાનો શોખ વધારે હોય છે પરંતુ એ એક સાથે એક જ જગ્યાએ આ રીતે ડીસપ્લેમાં જોવા કે ખરીદવા ઘણા મુશ્કેલ હોય છે.

જેથી અમે તેમને જ ધ્યાનમાં રાખી અલગ અલગ રાજ્યો અને શહેરોમાં વખણાતા ગારમેન્ટ્‌સ અહીં એક જ જગ્યાએ કે.એન. સ્ટુડીયો ખાતે લઈ આવ્યા છીએ.  એક જ જગ્યા પર બેસીને તેઓ નવી વેરાયટી રેડીમેન્ટ ગારમેન્ટમાં જોઈ શકશે અને ખરીદીનો આનંદ પણ માણી શકશે. જે હેતુથી અમે તદ્દન નવી જ સ્ટાઈલ જે પહેરતા જ વાઉ ફિલિંગ્સ આવે છે તે પ્રકારના ગારમેન્ટ્‌સ પહેલાથી જ મંગાવી રાખ્યા છે. જે માટે અમે અમદાવાદના માર્કેટનો સર્વે તેમજ ઓબ્ઝર્વેશન કર્યું હતું. એ હિસાબથી જ અહીં રેડીમેન્ટ ગારમેન્ટ સાડી, ફેશનેબલ કુર્તી, કુર્તા, પટોળા, જાત-ભાતની ડીઝાઈન સાથેના ગારમેન્ટ ઉપલબ્ધ કરાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.