Western Times News

Gujarati News

આશા-અપેક્ષાને પૂર્ણ કરવાના દબાણની વચ્ચે આજે બજેટ

Finance Minister @nsitharaman, along with @FinMinIndia officers called on Rashtrapati Ji ahead of #Budget2020 presentation in Parliament.

નવીદિલ્હી: દેશના તમામ વર્ગના લોકોની જારદાર અપેક્ષા અને આશા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં મોદી મેજિક વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચીને જારદાર સફળતા મેળવી લીધા બાદ બજેટને લઇને તમામ લોકોની નજર બજેટ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આજે સવારે નાણાંપ્રધાન નિર્મલા સીતારામન અને ફાયનાન્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે વર્ષ ૨૦૨૦-૨૧ માટે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. માનવામાં આવે છે કે આ બજેટ એક દશકમાં સૌથી પડકારરૂપ બજેટ છે. અર્થવ્યવસ્થા ભારે મંદીમાં છે. જેને મુશ્કેલ સ્થિતી માંથી બહાર કાઢવા માટે ઉપાય શોધવાની બાબત પણ મુશ્કેલરૂપ દેખાઇ રહી છે. આ નાણાંકીય વર્ષમાં કુલ આવકમાં બે લાખ કરોડ રૂપિયા ઓછા રહે તેવી શક્યતા છે.

જ્યારે અર્થવ્યવસ્થાના તમામ આંકડા સુસ્તી તરફ ઇશારો કરી રહ્યા છે અને જીડીપી વિકાસ દર એક દશકના નીચલા સ્તર પર જવાની સંભાવના છે ત્યારે નાણાંપ્રઘાન સામે પડકારો રહેલા છે. અનેક પ્રકારના પડકારો અને આર્થિક સુસ્તી વચ્ચે પણ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે અનેક ટેક્સ રાહતો જાહેર કરવામાં આવી શકે છે. સાથે સાથે ખેડુતોની નારાજગીને દુર કરવા માટે પણ વિવિધ પગલા જાહેર કરવામાં આવી શકે છે. કૃષિ કટોકટી અંગે પગલાની સંભાવના દેખાઇ રહી છે. ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ઇ-વોલિટને ટેક્સ છુટછાટની હદમાં લાવવા માટેની માંગ કરવામાં આવ્યા બાદ આના પર પર તમામ લોકોની નજર રહેલી છે. સીતારામન કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૨૦-૨૧ માટેનુ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. અનેક પ્રકારની લોકોની અપેક્ષા અને અનેક પ્રકારના જટિલ પડકારો વચ્ચે નાણાંપ્રધાન બજેટ રજૂ કરશે.

બજેટમાં દેશના તમામ વર્ગને રાજી રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે નહી. સીતારામન મુળભૂત મુક્તિ  મર્યાદાને વધારીને વધારી શકે છે. મોટા ભાગના લોકો ઇચ્છે છે કે ટેક્સ છુટછાટની મર્યાદાને વર્તમાન Âસ્થતીમાં વધારી દેવામાં આવે. બજેટમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ અને મોટા માળખાકીય પ્રોજેક્ટ પર ખર્ચ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. રોજગાર પર ખાસ ધ્યાન રહેશે. નાણાંપ્રધાન આવકવેરા સલેબમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

આર્થિક સુસ્તીના કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. સાથે સાથે મોટા ભાગના ક્ષેત્રોમાં પણ મંદી આવી છે. આવી સ્થિતીમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય તમામ જરૂરી સેક્ટરોની માગને પૂર્ણ કરવા માટે નાણાં પ્રધાન સંતુલિત પ્રયાસ કરે તેમ માનવામાં આવે છે.

સામાન્ય લોકો નોટબંધી અને જીએસટીના કારણે ખુબ મુશ્કેલીમાંથી પસાર થઇ ચુક્યા છે. જેથી તેમના માટે પણ કેટલીક આકર્ષક રાહત જાહેર કરવામાં આવી શકે છે. પગારદાર વર્ગ દ્વારા પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. બજેટમાં બચતને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. બજેટમાં સામાન્ય લોકો ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

નોટબંધી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદી પ્રવર્તી રહી છે જેથી આ સેક્ટરમાં તેજી લાવવાનો પણ પડકાર રહેલો છે. આ ઉપરાંત હાઉસ પ્રોપર્ટી માટેની આવકને લઇને પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે. બજેટમાં અન્ય કેટલીક જાગવાઈઓને લઇને તમામ લોકો પોતપોતાની રજૂઆતો કરી ચુક્યા છે.

સતત બીજી અવધિમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ બજેટમાંં મધ્યમ વર્ગ, ખેડુત વર્ગ, અને યુવા વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળી શકે છે. ટેક્સના સ્લેબ અથવા તો મુક્તિ મર્યાદાના પાસામાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે. તેમાં ફેરફાર કરીને વ્યક્તિગતો  અને કંપનીઓને કેટલીક રાહત સરકાર આપી શકે છે. દેશમાં વધુ રોકાણ કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી પહેલ થઇ શકે છે. ટેક્સ નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર આ દિશામાં પહેલ કરી શકે છે. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં વધારો પણ કરી શકે છે.


આશરે ૧૦ ટકા વધારો સંરક્ષણ ફાળવણીમાં કરવામાં આવી શકે છે. મોદી સરકાર બજેટમાં આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. નરેન્દ્ર મોદી સરકાર રાજ્યોને વધારે સત્તા આપવા ઇચ્છુક દેખાઇ રહી છે. ભારતના વિકાસમાં રાજ્યોની ભૂમિકા વધારે મજબુત બને તેવી ઇચ્છા મોદી સરકાર ધરાવે છે. બજેટમાં આનો સંકેત આપવામાં આવી શકે. જુદા જુદા મંત્રાલયોના બજેટમાં પણ જંગી ઘટાડો કરવામાં
આવી શકે છે. યોજના અને બિન યોજનાખર્ચ વચ્ચેના અંતરને લઇને નવી નિતી જાહેર કરવામાં આવી શકે છે. સામાજિક સેક્ટરને યોજના ફાળવણીમાં કાપ મુકાશે નહી પરંતુ રાજ્યોને આમાં ભૂમિકા અદા કરવા માટે કહેવામાં આવશે.

વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી સરકાર બજેટ રજૂ કરતી વેળા આ વખતે મેક ઇન ઈન્ડિયા  કોન્સેપ્ટ પર ખાસ નજર રાખશે. સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ થઇ રહી હતી. શિસ્તમાં રહેતા કરદાતાઓને રાહત આપવાના હેતુસર એચએનઆઈ પર વધારાના ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે.કૃષિને વિશેષ મહત્વ અપાઈ શકે છે.

ઇન્કમ ટેક્સ રેટને લઇને સામાન્ય લોકોમાં હમેંશા ચર્ચા રહે છે. નવી પરંપરા શરૂ થઇ ચુકી છે. બજેટમાં ગ્રામીણ ક્ષેત્ર અને રોજગાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. આ બન્ને પાસા પર મોદી સરકાર હાલના વર્ષોમાં ફ્લોપ રહી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ખેડુતો આંદોલન પણ કરતા રહ્યા છે. ખેડુત સમુદાયના લોકો કહી રહ્યા છે કે ખાદ્યાન, ડીઝલ, વીજળી અને જંતુનાશક દવા મોંઘી થવાના પરિણામસ્વરૂપે તેની હાલત કફોડી બનેલી છે.

એકબાજુ તમામ ચીજાની કિંમતો વધી રહી છે તો બીજી બાજુ તેમની કોઇ પણ પેદાશ માટે પુરતા ભાવ મળી રહ્યા નથી. આવી જ રીતે સરકાર પર આરોપો પણ થઇ રહ્યા છે કે તે રોજગારની તક સર્જવામાં સફળ સાબિત થઇ રહી નથી. બજેટ આવતીકાલે સવારે ૧૧ વાગે લોકસભામાં રજૂ કરાશે. દેશના તમામ લોકો પર બજેટને લઇને ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. સરકાર સામે કેટલીક ચિંતા રહેલી છે. ડ્યુટી માળખામાં ફેરફાર થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.