Western Times News

Gujarati News

અશોક લેલેન્ડ દુનિયામાં ત્રીજી સૌથી મોટી બસ ઉત્પાદક કંપની બની

ચેન્નાઈ, એસઆઇએએમ, ઓઆઇસીએ (ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ દા કન્સ્ટ્રક્ચર્ડ ઓટોમોબાઇલ્સ) દ્વારા જાહેર કરેલા રિપોર્ટને આધારે, હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ અશોક લેલેન્ડ લિમિટેડે કેલેન્ડર વર્ષ 2019 માટે એમએચસીવી બસ મેકર્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

 અશોક લેલેન્ડ એચએમસીવી બસ માર્કેટમાં પથપ્રદર્શક છે અને ઉદ્યોગમાં કેટલાંક પથપ્રદર્શક ઇનોવેશન પ્રસ્તુત કર્યા છે. અશોક લેલેન્ડ પાવર સ્ટીઅરિંગ, એર બ્રેક, રિઅર એન્જિન બસો, ભારતની પ્રથમ ડબલ ડેકર વગેરે કેટલીક અભૂતપૂર્વ ઇનોવેશન પ્રસ્તુત કર્યા છે.

 અશોક લેલેન્ડમાં બનેલી બસો બ્રાન્ડની ખાતરી આપ કી જીત, હમારી જીતની ખાતરી હંમેશા પૂરી કરે છે. આ રેન્જમાં અનેક ઇનોવેટિવ ઉત્પાદનો સામેલ છે, જેમાં જેન બસ – વિશ્વની પ્રથમ સિંગલ સ્ટેપ એન્ટ્રી, ફ્રન્ટ એન્જિન, ફૂલી ફ્લેટ ફ્લોર બસ; ભારતનું પ્રથમ હાઇબ્રિડ સીએનજી પ્લગ-ઇન બસ, સનશાઇન – પથપ્રદર્શક, ફ્રન્ટલ ક્રેશ પ્રોટેક્ટેડ, રોલઓવર કમ્પ્લાયન્ટ, શાળાનાં બાળકો માટે સુંદર ડિઝાઇન ધરાવતી બસ અને સર્કિટ – ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ સામેલ છે.

 આ પ્રસંગે અશોક લેલેન્ડનાં સીઇઓ અને એમડી શ્રી વિપીન સોંઢીએ કહ્યું હતું કે, અમને દુનિયામાં ત્રીજા સૌથી મોટા બસ નિર્માતા હોવાની ખુશી છે. સંશોધન અને વિકાસમાં અમારો મજબૂત પાયો તથા બજારમાં અનુભવ અમને વિશિષ્ટ કમર્શિયલ વાહન ઉત્પાદક બનાવે છે. પડકારો અને બજારની અનિશ્ચિતતા હોવા છતાં આ સફળતા અમને દુનિયાનાં ટોપ 10 સીવી ઉત્પાદક બનવાના અમારું વિઝન પૂરું કરવાનો વિશ્વાસ આપે છે. હું આ ક્ષણે અશોક લેલેન્ડની ટીમ અને તમામ હિતધારકોનો આભાર માનું છું, જેઓ અમારી સફરમાં સતત સહભાગી બન્યાં છે અને તેમના વિના આ સફળતા શક્ય નહોતી.કેલેન્ડર વર્ષ 2019માં અશોક લેલેન્ડે કુલ 23,100 બસોનું વેચાણ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.