Western Times News

Gujarati News

કેગનો રિપોર્ટ: સિયાચીનમાં તૈનાત જવાનોને જરૂર અનુસાર ભોજન-કપડા નથી મળતા

લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય જવાનોને કપડા, જૂતા, સ્લીપિંગ બૈગ અને સન ગ્લાસિસની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ઝ્રછય્એ સરકારની ખામી તરફ ઇશારો કરતા કહ્યુ છે કે જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાનો પર પહેરવામાં આવતા કપડા અને બીજા સામાનની તંગી ઝેલવી પડી છે.

દેશની સરહદો પર તૈનાત સૈનિકોને પુરતા પ્રમાણમાં કેલરી પણ મળી શકતી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે ક કેગએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બરફ ધરાવતા વિસ્તારમાં તૈનાત સૈનિકોને સ્નો બૂટ ના મળી શકવાને કારણે સૈનિકોએ પોતાના જૂના જૂતા રિસાઇકલ કરીને પહેરવા પડે છે.

કેગે જણાવ્યુ કે માર્ચ ૨૦૧૯માં સંરક્ષણ મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યુ છે કે બજેટની તંગી અને આર્મીની જરૂરતોમાં વધારાને કારણે જવાનોને આ સમસ્યા થઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦૧૭માં બરફાચ્છાદીત વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા કપડા અને સામાનની માંગ વધીને ૬૪,૧૩૧ થઇ ગઇ છે.

આ કારણે સેના કાર્યાલયમાં આ સામાનની કમી થઇ ગઇ. જોકે, સંરક્ષણ મંત્રાલયે કહ્યુ કે ધીમે ધીમે આ કમીઓને પુરી કરી લેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ મંત્રાલયે વર્ષ ૨૦૧૫-૧૬થી લઇને ૨૦૧૭-૧૮ સુધી જવાનોના સામાનમાં થયેલી સમસ્યાને લઇને ગત વર્ષે માર્ચ ૨૦૧૯માં સ્પષ્ટતા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે એવો પણ દાવો કર્યો કે સૈનિકોએ જમીની સ્તર પર સામાનની સમસ્યા થવા નથી દીધી. જોકે, કેગે કહ્યુ કે સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાને સ્વીકાર ના કરી શકાય. કેગે સ્નો ગોગલ્સની કમીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તેની કમી ૬૨થી ૯૮ ટકા વચ્ચે દર્જ કરવામાં આવી છે.

કેગના રિપોર્ટને સોમવારે સંસદના બન્ને સદનમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે નવેમ્બર ૨૦૧૫થી લઇને સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી જવાનોને જૂતા આપવામાં નથી આવ્યા. આ કારણે જવાનોએ જૂતાને રિસાઇકલ કરીને કામ ચલાવવુ પડ્‌યુ. કેગે પોતાના રિપોર્ટમાં કહ્યુ, સામાનની ખરીદીમાં કમી, જૂની વસ્તુની સપ્લાઇ અથવા પછી પુરી રીતે સપ્લાય બંધ થવાને કારણે ઉંચા સ્થાનો પર તૈનાત જવાનોના સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પ્રભાવિત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.