Western Times News

Gujarati News

રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની જાહેરાત

નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્‌સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે લીલીઝંડી આપી હતી. આની સાથે જ ટ્રસ્ટની રચનાને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. આ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટીઓને સામેલ કરવામાં આવનાર છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ૧૫ ટ્રસ્ટી રહેશે જેમાંથી એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજમાંથી રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આ અંગેની જાહેરાત કરી હતી કે, અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ તેઓ મોદીને અભિનંદન આપે છે. નરેન્દ્ર મોદીએ પોતે લોકસભામાં આની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચનાના પ્રસ્તાવને પસાર કરી દીધો છે. તેમણે કહ્યુ હતુ કે આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ તેમજ તેમની સાથે સંબંધિત તમામ વિષય પર નિર્ણય લેવામાં પૂર્ણરીતે સ્વતંત્ર રહેશે.

મોદીએ સરકાર તરફથી રામ મંદિર ટ્રસ્ટ પર એલાન કરતા કહ્યુ હતુ કે રામમંદિર માટે એક સ્વાયત્ત ટ્રસ્ટ બનાવવામાં આવનાર છે. સંસદમાં આ અંગેની મોદીએ જાહેરાત કરીને તમામને ઉત્સાહથી ભરી દીધા હતા. તેમણે માહિતી આપતા કહ્યુ હતુ કે સવારમાં કેબિનેટની બેઠકમાં રામ મંદિરને લઇને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે તેમની સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભવ્ય મંદિર નિર્માણ અને તેની સાથે જાડાયેલા અન્ય વિષય પર નિર્ણય કરવા માટે એક વિશાળ યોજના તૈયાર કરી લીધી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એક સ્વાયત્ત ટ્રસ્ટ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચના ના પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે નવમી નવેમ્બરના દિવસે અયોધ્યાના મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દેશવાસીઓએ પરિપક્વતાનો પરિચય આપ્યો હતો. તેઓ તેમની પ્રશંસા કરે છે. અમારી સંસ્કૃતિ અમારી પરંપરા, વસુધેવ કુટુમ્બકમના દર્શન કરાવે છે. સાથે સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

તેમણે કહ્યુ હતુ કે ભારતમાં દરેક પંથ હિન્દ, મુÂસ્લમ, શિખ, ખ્રિસ્તી અથવા તો બૌદ્ધ, જેન, પારસી તમામ એક વિસ્તૃત પરિવારના હિસ્સા તરીકે છે. અમે પરિવારના દરેક સભ્યોનો વિકાસ થાય તેમ ઇચ્છીએ છીએ. પરિવારના દરેક સભ્યનો વિકાસ થાય તેમ અમે ઇચ્છીએ છીએ. મોદીએ સંસદમાં કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યમાં પાચં એકર જમીન ફાળવવામાં આવનાર છે. યુપી સરકારે પણ પોતાની સહમતિ આપી દીધી છે.

મોદીએ લોકસભામાં પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ભારતની પ્રાણવાયુમાં, આદર્શોમાં, મર્યાદાઓમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાની ઐતિહાસિકતાથી અમે પરિચિત રહેલા છીએ. ભવિષ્યમાં રામલલ્લાના દર્શન માટે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઇન આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યુ હતુ કે કાનુન મુજબ ૬૭.૦૭ એકર જમીન ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જેમાં અંદર અને બહારના પ્રાંગણ સામેલ છે. મોદીએ કહ્યુ હતુ કે રામલલ્લા વિરાજમાનની જમીન પણ ટ્રસ્ટને મળનાર છે. આ ટ્રસ્ટ ભવ્ય અને દિવ્ય મંદિરનુ નિર્માણ કરનાર છે.

છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે નવમી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી.

રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ  વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા.

ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને કોઇ અન્યત્ર જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવશે. સાથે સાથે કોર્ટે આદેશ કર્યો હતો

રવિયા કે કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાનના ગાળામાં એક ટ્‌સ્ટ્રની રચના કરે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધીત્વ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ભરચક ભરેલા કોર્ટ રૂમ નંબર એકમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આશરે ૪૫ મિનિટ સુધી એક એક કરીને ચુકાદો વાંચ્યો હતો.કોર્ટની બંધારણીય બેંચ જમીનની માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.