Western Times News

Gujarati News

લંડન સ્થિત દાતાશ્રી દ્વારા માનવજ્યોતને ૪ લાખનાં સીકબેક સાધનો અર્પણ કરાયા

ભુજ: સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરીયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા ૪ લાખનાં સીકબેક સાધનો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરીયા તથા સહ પરિવારની ઉપસ્થિતિમાં  અર્પણ કરાયા હતા.

પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા દાતાશ્રી પરિવારનું બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ.
ઓકસિજન મશીનો, ફોલ્ડીંગ બેડો, એરબેડો, વોટર બેડો, ફોલ્ડીંગ વોકરો, ફિકસ વોકરો, વ્હીલ ચેરો, ટ્રાયસિકલો, બગલ ગોળીઓ વિગેરે ૪ લાખનાં સીકબેક સાધનો માનવજ્યોત સંસ્થાને અર્પણ કરતાં દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

દિનેશભાઇ વિશ્રામ ભુડીયા તરફથી ૪૫ ફિકસ વોકર તથા અન્ય એક દાતાશ્રી દ્વારા ૨૦ ફિકસ વોકર પણ સંસ્થાને અર્પણ કરાયા હતા.
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રનાં કમળાબેન વ્યાસ, ઇલાબેન અંજારિયાએ દાતાશ્રીએ મહિલા કલ્યાણ કેન્દ્રમાં હોલ બનાવી આપેલ અને વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપતાં રહ્યા છે. તેવું જણાવી દાતાશ્રીની ભાવનાને બિરદાવી હતી.

દાતાશ્રી સહપરિવાર દ્વારા ૧૦૦ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા, શ્રી રામદેવ સેવાશ્રમના ૩૦ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન આ પ્રસંગે જમાડવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવર જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં રવજીભાઇ પિંડોરીયા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, કલ્પનાબેન ચોથાણી, મિતાબેન ગોર, વાલજી કોલી, માવજીભાઇ આહિર તથા કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.