Western Times News

Gujarati News

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં વિશ્વકર્મા જયંતીની ભક્તિભાવ સાથે  ધામધૂમ પૂર્વક ઉજવણી 

મહા સુદ તેરસનો દિવસ એટલે દેવોના સ્થપતિ કહેવાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિનો પર્વ ભગવાન વિશ્વકર્મા સમર્પિત જે આકાશી આર્કિટેક્ટ તરીકે ગણવામાં છે.મોડાસા શહેર સહીત  અરવલ્લી જીલ્લામાં વિશ્વકર્મા જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની  ભારે ભીડ જોવા મળતી હતી

 મોડાસા શહેરમાં કડીયાવાડા વિસ્તારમાં આવેલા આવેલા   વિશ્વકર્મા મંદિરે થી ભગવાન વિશ્વકર્માની પાલખીયાત્રા વાજતે-ગાજતે ભક્તિમય ભજન સાથે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કડિયા સમાજ સહીત મોટી સંખ્યામાં  ભક્તો જોડાયા હતા નગરના માર્ગો પર નીકળેલી શોભયાત્રા થી શહેર ભક્તિભાવના રંગે રંગાયું હતું મોડાસાના ગણેશપુર ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ પ્રવતક માનવામાં આવે છે.અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.  ધનસુરા ખાતે વિશ્વકર્મા મંદિરે દર વર્ષે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.આ વખતે પણ ધનસુરા વિશ્વકર્મા મંદિરે ભવ્ય રીતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.ધનસુરા વિશ્વકર્મા મંદિર ખાતેથી વાજતે ગાજતે ભક્તિમય ભજન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જે ધનસુરા પરબડી ચોક ચાર રસ્તા થઈ ગામમાં ફરી હતી.જેમાં ધનસુરા વિશ્વકર્મા મંદિર ના મહંત ઈશ્વરદાસજી મહારાજ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.સાથે પ્રસાદી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.