Western Times News

Gujarati News

કોરોના આતંક જારી: મોત આંક વધી ૭૨૫ થઇ ગયો

પ્રતિકાત્મક

ચીનમાં કુલ કેસોની સંખ્યા વધીને ૩૪૮૭૮ થઇ ગઇ છે પૈકી ૬૧૦૬ દર્દીની હાલત ગંભીર: મોતનો આંકડો વધશે 

બેજિંગ, ચીનમાં કોરોનો વાયરસના કારણે હાહાકાર મચેલો છે. આજે મોતનો આંકડો વધીને ૭૨૪ ઉપર પહોંચી ગયો હતો. ચીનમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. કુલ કેસોની સંખ્યા વધીને હવે ૩૪૮૭૮ ઉપર પહોંચી ગઇ છે. આવી જ રીતે હજુ ગંભીર રહેલા લોકોની સંખ્યા ૬૧૦૬ ઉપર પહોંચી ગઇ છે. આનો મતલબ એ થયો કે મોતનો આંકડો ખુબ ઉપર પહોંચી શકે છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા જે ગતિથી વધી રહી છે તેના કરતા અનેક ગણી ગતિ સાથે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા ૨૦૮૫ પર પહોંચી ગઇ છે. સાત અને આઠમી ફેબ્રુઆરીના દિવસે ૩૩૮૫ જેટલા નવા કેસો સપાટી પર આવી ગયા છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે.

ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. આ સૌથી વધારે અસરગ્રસ્ત એવા પ્રાંતમાં ૮૦૦થી વધારે લોકો રિક્વર થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બીજી બાજુ કોરાના વાયરસે આંતક મચાવી દીધા બાદથી ચીનમાંથી પોતાના નાગરિકોને ખસેડી લેવાનો સિલસિલો યથાવત રીતે જારી રહ્યો છે. નાના બાળકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જાઇને સલામ કરી શકાય છે. કારણ કે અને ડિઝલની કિંમતમાં જારદાર ઘટાડો થઇ રહ્યો છે. ચીનમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે લોકોની હાલત કફડી બનેલી છે. ચીનમાં વાયરસના કારણે હજુ સુધી ૬૦૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે.

૩૦ હજારથી વધારે લોકોને અસર થયેલી છે. માસ્ક પહેરી પહેરીને તેમના ચહેરા પર ઘા થઇ ગયા છે. ઘાના નિશાન થઇ ગયા છે. કોરોના વાયરસના કારણે અલગથી હોÂસ્પટલ બનાવી દેવામાં આવ્યા છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. નવા કેસોની સંખ્યા પણ રેકોર્ડ ગતિથી વધી રહી છે. સૌથી વધારે અસરગ્રસ્ત એવા વુહાનને દેશના બાકીના હિસાથી હાલ અલગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીને પણ હવે કબુલાત કરી છે કે ફ્લુ જેવા ઇન્ફેક્શનને રોકવા માટે કેટલીક તકલીફ થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.