Western Times News

Gujarati News

ક્લાસ-વન અધિકારીએ ૨૫ લાખ રોકડ અને સોનુ પડાવ્યુ

મહિલા ક્લાસ વન અધિકારીએ છેલ્લા ૧૭ વર્ષથી મિત્રતા કેળવી નાણાંકીય છેતરપીંડી આચર્યાનો સીધો આક્ષેપ થયો

અમદાવાદ: ગાંધીનગરમાં વર્ગ-૧ની મહિલા અધિકારી અને વર્ગ-૧ના પુરુષ અધિકારી વચ્ચેનો ગંભીર વિવાદ સામે આવ્યો છે. એક અધિકારી હિસાબી તિજોરી વિભાગમાં છે અને એક પેટ્રોલિયમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. વર્ગ-૧ના પુરુષ અધિકારી ઉમેશ ઓઝાએ દાવો કર્યો છે કે, તેમની પરિચિત એક મહિલા ક્લાસ વન અધિકારીએ છેલ્લા ૧૭ વર્ષથી મિત્રતા કેળવી તેમની પાસેથી રૂ.૨૫ લાખ પડાવી લીધા છે.

મિત્રતાના સબંધ દરમિયાન ૨૦૦ ગ્રામ જેટલું સોનુ પણ મહિલા અધિકારીએ લઇ લીધું છે. નાણાંકીય છેતરપીંડીના મામલે કલાસ વન પુરુષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં અરજી કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ બનાવને લઇ ખાસ કરીને સરકારી અધિકારીઓમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નાણાંકીય આપ-લેના બેન્ક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે ક્લાસ-૧ પુરુષ અધિકારીએ પોલીસ ઓથોરીટીને આ અરજી કરી છે. એટલું જ નહી, અધિકારીએ ખાતાકીય તપાસ માટે પણ ફરિયાદ કરી છે.

ક્લાસ -૧ પુરુષ અધિકારી ઉમેશ ઓઝાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૨૦૦૩માં મારી અહીં ટ્રાન્સફર થઈ ત્યારે તેણી ગાંધીનગરની એક ઓફિસમાં ફરજ બજાવતા હતા. ૨૦૦૩થી ૨૦૧૯ સુધી અમારી સાથે ગાઢ મિત્રતા હતી. એકપણ દિવસ એવો ન હતો કે વોટ્‌સએપ કે ફોન પર વાતચીત ન થઈ હોય.

જ્યારે-જ્યારે રુપિયાની જરુરત ઉભી થઈ ત્યારે રોકડા, બેન્ક ટ્રાન્સફર તેમના બધા જ રિચાર્જ, લાઇટ-ટેલિફોનના બિલ બધું જ અમારી પાસે કરાવતા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે ગુજરાત બહાર જતા હતા અને દારૂ પણ પીતા હતા. તેમને દારૂ પીવાની ટેવ છે.

સિગાટેર પણ પીતા હતા. તેની ચેમ્બરમાં અધિકારીઓને રાખેલા છે. તેની ચેમ્બરની પાછળ બે દારૂની બોટલ છે અને તે દારૂ પીવે છે. તેનો વીડિયો અને ફોટોગ્રાફ અમારી પાસે છે. જેથી તેમણે અમારી સામે ખોટી પોલીસ ફરિયાદ કરી છે. વીડિયો પોલીસ સ્ટેશનનાં  ફએસએલમાં મુકાયો છે. નવા વર્ષમાં મને બોલાવી અમારી પર ખોટો કેસ કર્યો હતો. અધિકારીના મતે અમારી સામે દારૂનો ખોટો કેસ કર્યો તેમાંથી પરિસ્થિતિ વણસી હતી.

ઉમેશ ઓઝાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આ મહિલા અધિકારી સારા એવા સ્થાને બેઠા હોવાથી અધિકારીઓ પાસે સાથે સંબંધો છે. જેથી અમને બ્લેકમેઇલ કર્યા હતા. આ મામલે ખાતાના અગ્ર સચિવ, મુખ્ય સચિવને પણ રજુઆત કરી છે  પણ પરિણામ આવ્યું નથી. જા કલાસ-૧ પુરૂષ અધિકારીના આ આક્ષેપોને લઇ ખાસ કરીને સરકારી અધિકારી વર્તુળમાં ભારે ચર્ચા ચાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.