Western Times News

Gujarati News

હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ ઉપર રીલીઝ થશે

મુંબઇ, નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અક્ષયની સાથે કૃતિ, રિતેશ દેશમુખની સાથે કૃતિ ખરબંદા અને બોબી દેઓલની સાથે પુજા હેગડે નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે.

વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૯માં રજૂ કરવાની યોજના છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ હાલમાં શુટિંગ ચાલી રહ્યુ છે. જે અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની સાથે હવે બોબી દેઓલ, પુજા હેગડે, કૃતિ સનુન અને કૃતિ ખરબંદાને લેવામા આવી છે.

આ ઉપરાંત ટુંકા રોલમાં ઉર્વશી રોટેલા પણ નજરે પડનાર છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૩ ફિલ્મ વેળા તેઓ અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-૨ અને હાઉસફુલનુ નિર્દેશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જાડાયેલા રહ્યા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડ્યો હતો. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડ્યો હતો. હાઉસફુલ સિરિઝના તમામ કલાકારોને રાખવામાં આવી શકે છે.

ફિલ્મમાં તમામ ગ્લેમર અભિનેત્રીઓને સામેલ કરવાનો નિર્ણય થયો છે. રેસ-૩ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ બોબી દેઓલની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સાથે સાથે તેની પાસે પોતાના બેનરની ફિલ્મ યમલા પગલા દિવાના પણ છે. હવે હાઉસફુલ-૪ ફિલ્મ પણ તેને હાથ લાગી ગઇ છે. બોબી ફરી એકવાર એક્ટિંગમાં સક્રિય રહીને લાંબી ઇનિગ્સ રમવા માટે ભારે આશાવાદી બનેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.