Western Times News

Gujarati News

ભરતી માટે બેઠક વધારી છતાં બંને પક્ષો હજુય અસંતુષ્ટ

અમદાવાદ: અનામતના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર તરફથી ફોર્મ્યુલા તૈયાર કરીને રજૂ કરી હોવા છતાં બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ તરફથી હાલ આંદોલન જારી રાખવાના સંકેત આપ્યા છે. મોડી સાંજે સરકારે બેઠકોમાં વધારો કર્યો હોવા છતાં બંને વર્ગો સંતુષ્ટ દેખાયા ન હતા. એલઆરડીની ભરતીમાં પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ મામલે અનામત અને બિનઅનામત વર્ગ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ગુજરાત સરકારે સાનુકુળ ઉકેલ શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો જેના ભાગરુપે આજે રવિવારના દિવસે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ પર બેઠક યોજાઈ હતી.


લાંબી અને વિસ્તૃત બેઠક યોજાયા બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો હતો જેના ભાગરુપે સરકારે એવો નિર્ણય લીધો છે કે, પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.  એલઆરડીની ભરતીની બેઠકોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠક બાદ પરિપત્ર રદ કરવા મામલે અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને મોડેથી વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું ક, જુના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારે ૬૨.૫ ટકા માર્ક મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે.

બક્ષીપંચની બહેનોની ૧૮૩૪ના બદલે ૩૨૪૮ની ભરતી કરવામાં આવશે. આવી જ રીતે જનરલ કેટેગરીના ૮૮૩ અને એસટીના ૪૭૬ના બદલે ૫૧૧ ઉમેદવારની ભરતી કરવામાં આવશે. નીતિન પટેલ દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. એલઆરડીની પહેલા ૯૭૧૩ બેઠકોમાં મહિલાની ૩૦૭૭ બેઠકો હતી જેમાં સરકારે ૨૧૫૦ બેઠકોનો વધારો કરીને ૫૨૨૭ બેઠકો કરી છે. છેલ્લા પાંચ દિવસ બિનઅનામત વર્ગની સેંકડો મહિલાઓએ આંદોલન શરૂ કર્યા હતા.

બીજી બાજુ બિનઅનામત વર્ગ તરફથી સરકારની ફોર્મ્યુલાને લઇને આજે મોડી સાંજે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેના ભાગરુપે બિનઅનામત વર્ગ તરફથી દિનેશ બાંભણિયાએ નિવેદન કરતા મોડી સાંજે કહ્યું હતું કે, નફા-નુકસાનને લઇને હજુ ગણતરી કરવામાં આવશે. સંબંધિતો સાથે અને સમાજના અન્યો સાથે વાતચીત કરીને જ કોઇ નિર્ણય લેવામાં આવશે.


બીજી બાજુ અનામત વર્ગ તરફથી પણ મક્કમ વલણ અપનાવીને કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં આવસે નહીં ત્યાં સુધી આંદોલન જારી રહેશે. આનો મતલબ એ થયો કે, સરકાર દ્વારા વિવાદનો ઉકેલ લાવવા ફોર્મ્યુલા રજૂ કરી હોવા છતાં બને વર્ગના પ્રતિનિધિઓ હજુ સુધી આંદોલન જારી રાખવાના મૂડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.

બિન અનામત વર્ગની માંગણીઓ મામલે તેમના આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાયા બાદ તેના અનુસંધાનમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી. બિન અનામત વર્ગના આગેવાનોની રજૂઆત અને અન્ય કાયદાકીય તેમ જ બંધારણીય મુદ્દાઓ ઉપરાંત સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિત તમામ મુદ્દે તેમને વાકેફ કર્યા હતા અને સમગ્ર પરિÂસ્થતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.