Western Times News

Gujarati News

ગુજરાત બનશે ભારતનું ‘ગેટવે ટુ સિલિકોન’: ગાંધીનગર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નું આયોજન

કેન્દ્રીય આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી – સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને દેશ-વિદેશના સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત પોલિસી સ્ટેબિલિટીટ્રાન્સપરન્સીઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ડેવલપમેન્ટ માટેની પોલિટીકલ વિલ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગમાં ફાસ્ટ મૂવર બની રહ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::

•  દેશના ગ્રોથ એન્જિન ગુજરાતને ટેક એન્જિન બનાવવાનો સંકેત આ કોન્ફરન્સ છે

•  ધોલેરા SIR માત્ર બ્લૂપ્રિન્ટ નહિપણ હવે દેશનું સેમિકોન સિટી બનવા સજ્જ છે.

•  સેમિકન્ડક્ટર સેક્ટર માટે જરૂરિયાત મુજબનું ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સાથે યુવા સ્કિલ્ડ વર્કફોર્સ પણ તૈયાર કરી રહ્યા છીએ.

•  સેમિકોન સેક્ટરમાં નવા રોકાણોથી આત્મનિર્ભર અને વિકસિત ભારત@2047ના

વડાપ્રધાનશ્રીના સંકલ્પને ચિપથી ચેમ્પિયન સુધીની સફરથી ચરિતાર્થ કરવા ગુજરાતની નેમ

:: કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ::

* સાણંદમાં માઈક્રોનના પ્રથમ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતે વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર વિશેષ સ્થાન મેળવ્યું

* ભારત માત્ર ચિપ્સ જ નહીંપરંતુ ચિપ બનાવવાની મશીનરીમટીરીયલ અને ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ પણ વિકસાવશે

* સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ૨૦ લાખ નિષ્ણાતોની અછત સર્જાવાની છેજેને ભારત પૂરી કરશે

* ગુજરાત પાસે વધારાની વીજળી અને ક્લીન એનર્જી ઉપલબ્ધ હોવાથી રાજ્યમાં ડેટા સેન્ટર્સ સ્થાપવાની ઉજ્જવળ તક

:: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ::

* દેશમાં સૌથી વધુ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની ગેરંટી આપતું રાજ્ય ગુજરાત

* ગુજરાત રોકાણકારોને રોકાણની સાથે સુરક્ષિત ભવિષ્યની ગેરંટી આપે છે

*મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે રાજ્યની નવી  ‘Science, Technology and Innovation – STI  2026-31’ નીતિનું અનાવરણ*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા જણાવ્યું કેગુજરાત પોલીસી સ્ટેબિલિટીટ્રાન્સપરન્સીઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ડેવલપમેન્ટ માટેની પોલિટીકલ વિલ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગમાં ફાસ્ટ મૂવર બની રહ્યું છે અને દેશના ગ્રોથ એન્જિન ગુજરાતને ટેક એન્જિન બનાવવાનો સ્પષ્ટ સંકેત આ કોન્ફરન્સ આપે છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કેભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ સશક્ત કરી રહ્યું છે અને ઇન્ડિયા ઈઝ રેડીઈન્ડિયા ઈઝ રિલાયેબલ એન્ડ ઈન્ડિયા ડિલીવર્સનો જે વિશ્વાસ તેમણે અપાવ્યો છે તેને આ ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સથી પાર પાડવાની નેમ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047‘ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉદ્યોગ જગતના દિગ્ગજો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી પ્રેરિત અને રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત આ ગ્લોબલ કોન્ફરન્સની થીમ “ગુજરાત: ભારતનું સિલિકોન ગેટવે” રાખવામાં આવી છેજે હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપશે.

 મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ને રાઈટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવતા ઉમેર્યું કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના હસ્તે સાણંદમાં માઇક્રોન પ્લાન્ટની શરૂઆતથી દેશ માટે ટેકનોલોજીકલ યુગના રિવોલ્યુશનનો શંખનાદ થયો છે.

 મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કેઆ ઐતિહાસિક ઘટના પછી તરત જ શરૂ થઈ રહેલી આ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ રાજ્યની સેમિકન્ડક્ટર સેક્ટર ઇકો સિસ્ટમની સજ્જતા તથા વૈશ્વિક ભાગીદારોને રાજ્યમાં આકર્ષીને રિસર્ચઇનોવેશન અને સપ્લાય ચેઈન લોકલાઈઝેશનથી આત્મનિર્ભર ભારતનું વિઝન પાર પાડશે.

મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના કેપ્ટન્સ અને નિવેશકોને ધોલેરાસાણંદમાં ચિપ મેન્યુફેક્ચરીંગ અને ગિફ્ટ સિટીમાં ડિઝાઈન અને ફાઈનાન્સના સમન્વયથી રાજ્યમાં જે એન્ડ ટુ એન્ડ એક્સક્લુસિવ ઇકોસિસ્ટમ છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

 તેમણે કહ્યું કેધોલેરા SIR હવે એક બ્લૂ પ્રિન્ટ નથી રહ્યું પણ ભારતનું સેમિકોન સિટી બનવા જઈ રહ્યું છે. ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર સેક્ટર માટે ભવિષ્યની જરૂરીયાતો મુજબનું ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરપ્લગ એન્ડ પ્લે ફેસેલિટી તથા લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓ આધુનિક બનાવી છે.

 વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સેક્ટર સ્પેસિફિક પોલિસી મેકિંગથી પોલિસી ડ્રિવન સ્ટેટટેકનોલૉજી આધારિત વિકાસને પ્રાથમિકતા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે ગ્લોબલ કંપનીઝ અને નિવેશકો માટે રોકાણની પહેલી પસંદ બન્યું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

 તેમણે ઉમેર્યું કેવિશ્વના ઉદ્યોગો જ્યારે કાર્બન ફૂટપ્રિન્ટ અને કાર્બન ટેક્સને લઈને ચિંતામાં છે ત્યારે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ અને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રહીને ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપે છે. આવા સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ માટે યુવા સ્કિલ્ડ વર્ક ફોર્સ તૈયાર કરવાની દિશામાં પણ ગુજરાત પ્રતિબદ્ધ છે તથા આઈ.આઈ.ટી. ગાંધીનગરમાં આ હેતુસર સમર્થ પ્રોજેક્ટ અંતર્ગત નેનો ફેબ્રિકેશન લેબનું નિર્માણ થઈ રહ્યું છે.

 મુખ્યમંત્રીશ્રીએ સેમિકોન સેક્ટરમાં નવા રોકાણોથી આત્મનિર્ભર અને વિકસિત ભારત@2047ના

વડાપ્રધાનશ્રીના સંકલ્પને ચિપથી ચેમ્પિયન સુધીની સફરથી ચરિતાર્થ કરવામાં ગુજરાત લીડ લેશે અને સેમિકોન સેક્ટરના રોકાણકારોને ગુજરાતમાં તેમનું રોકાણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

 *કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ*

 આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કેભારતની સેમિકન્ડક્ટર સફરમાં ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. સાણંદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે માઈક્રોનના પ્રથમ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતે વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર વિશેષ સ્થાન મેળવ્યું છે. આ સફળતા બાદ હવે સરકાર સેમીકોન 2.0‘ લોન્ચ કરવા જઈ રહી છેજેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ ડિઝાઇનમશીનરી અને ટેલેન્ટનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે.

 વડાપ્રધાનશ્રીના વિઝન અને અમલીકરણ પર ભાર આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કેસેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ભારતે ભૂતકાળમાં જોયું હતુંજે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ ક્ષેત્રે સ્પષ્ટ નીતિ અને સચોટ અમલીકરણ કરવામાં આવ્યુંતેણે આ સપનાને હકીકત બનાવી છે. વર્ષ ૨૦૨૧માં જ્યારે આ અંગે પ્રથમ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુંત્યારે વડાપ્રધાનશ્રીએ ૪૫ મિનિટને બદલે ૩ કલાક સુધી દરેક વિગતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતીજે તેમની આ મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ‘લર્ન ટુ વોક બિફોર યુ રનના સિદ્ધાંત સાથે સેમીકોન 1.0 સફળ થયા બાદ હવે સેમીકોન 2.0 અંતર્ગત કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છેજેમાં ડિઝાઇન ઇકોસિસ્ટમ થકી ક્વાલકોમબ્રોડકોમ અને એનવીડિયા જેવી કંપનીઓ દેશમાં જ તૈયાર થાય તે માટે ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે. ભારત માત્ર ચિપ્સ જ નહીંપરંતુ ચિપ બનાવવાની મશીનરીમટીરીયલ અને ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ પણ વિકસાવશે. જાપાનના મોડેલમાંથી શીખ લઈને ભારત આગામી ૨૦ વર્ષના વિઝન સાથે આ મજબૂત પાયો બનાવી રહ્યું છે.

 વૈશ્વિક ટેલેન્ટ હબ વિશે મંત્રીશ્રીએ કહ્યું હતું કેસેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ૨૦ લાખ  નિષ્ણાતોની અછત સર્જાવાની છેજેને ભારત પૂરી કરશે. ભારતે ૧૦ વર્ષમાં ૮૫ હજાર એન્જિનિયર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક માત્ર ચાર જ વર્ષમાં જ હાંસલ કરી લીધો છે. હાલમાં દેશની વિવિધ ૩૫ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક ચિપ્સ ડિઝાઇન કરી રહ્યા છે. હવે આ નેટવર્કને ૩૧૫થી વધારીને ૫૦૦ યુનિવર્સિટીઓ સુધી લઈ જવામાં આવશેજેથી દરેક રાજ્યના યુવાનોને આ હાઈ-ટેક ક્ષેત્રમાં રોજગારી મળી શકે.

 કેન્દ્રીય મંત્રી શ્રી વૈષ્ણવે વધુમાંકહ્યું હતું કેઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તરે ૨૫૦ બિલિયન ડોલર અને ડીપ-ટેક વીસી ફંડિંગમાં ૧૭ બિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૪૭ સુધી ટેક્સ ઇન્સેન્ટિવ્સની ખાતરી આપીને સરકારે નીતિ વિષયક સ્થિરતા  પૂરી પાડી છે. જેનાથી ભારતની આઈટી  ઇન્ડસ્ટ્રી હવે સોફ્ટવેર સર્વિસીસથી આગળ વધીને AI-આધારિત સર્વિસીસમાં વિશ્વનું નેતૃત્વ કરશે.

 તેમણે કહ્યું હતું કેવડાપ્રધાનશ્રીએ બજેટમાં વર્ષ ૨૦૪૭ સુધીના પ્રોત્સાહનો આપીને ડેટા સેન્ટર્સ માટે મજબૂત પાયો નાખ્યો છે. ગુજરાત પાસે વધારાની વીજળી અને ક્લીન એનર્જી ઉપલબ્ધ હોવાથી રાજ્ય સરકારને ડેટા સેન્ટર્સ સ્થાપવાની ઉજ્જવળ તક છે. આ પગલું ભારતને વિશ્વના ડેટા હબ તરીકે સ્થાપિત કરવામાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

 કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કેઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો અભૂતપૂર્વક વિકાસ થયો છેજે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડથી વધીને રૂ. ૧૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ ઉદ્યોગમાં હાલ ૨૫ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને તે ૨૦ ટકાથી વધુના CAGR સાથે સતત વધી રહ્યો છે.

 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનું સાણંદ ભારતનું નવું સિલિકોન વેલી બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કેગુજરાત આજે રોકાણકારોની પહેલી પસંદગી બની રહ્યું છે. દેશમાં સૌથી વધુ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની ગેરંટી આપતું રાજ્ય ગુજરાત છે. ગુજરાત એ માત્ર રોકાણ માટેનું રાજ્ય નથીપણ સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે. ગુજરાતમાં આજે કરવામાં આવેલું રોકાણ આવનારી ૧૦ પેઢીઓ સુધી સુરક્ષિત રહેશે તેવી ખાતરી શ્રી સંઘવીએ રોકાણકારોને આપી હતી.

 *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*

 નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાતની આર્થિક ક્ષમતાના આંકડા રજૂ કરતા જણાવ્યું કેગુજરાત દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તેમ છતાંભારતની કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૮ ટકાથી વધુ યોગદાન ગુજરાતનું છે. ભારતના કુલ GDP માં ગુજરાતનો હિસ્સો ૮ ટકાથી વધુ છે. દેશના કુલ નિકાસમાં ૩૦ ટકાથી વધુ અને કુલ કાર્ગો હેન્ડલિંગમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાતનો છે.

 નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેવર્ષોથી જળવાયેલી રાજકીય અને નીતિગત સ્થિરતા એ ગુજરાતની સૌથી મોટી તાકાત છે. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોની નાની-નાની સમસ્યાઓ સાંભળીને તેને ઉકેલવાની ભાવના સાથે કામ કરે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતના યુવાનો વૈશ્વિક સ્તરની ટ્રેનિંગ લઈને તૈયાર થયા છે અને તેઓ અન્ય દેશોના યુવાનો કરતા પણ વધુ મહેનતુ સાબિત થયા છે.

 *મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા*

 આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કેજ્યારે દુનિયાની સામે કોવિડ-૧૯ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમિકન્ડક્ટર છે.

 સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગોને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતોઆ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું હતું. આ પરિકલ્પનાને સાકાર કરવા ગ‌ઇકાલે વડાપ્રધાનશ્રીના હસ્તે સાણંદ ખાતે દેશના પ્રથમ માઈક્રોન ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રે આપણે ખૂબ મોટું ખેડાણ કરવાનું બાકી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત નોલેજ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તેમમંત્રીએ ઉમેર્યું હતું.

 આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કેગઈકાલે આપણે સૌએ એક ઐતિહાસિક ક્ષણ નિહાળી જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે માઈક્રોનના રોકાણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું એક મજબૂત કેન્દ્ર બની ગયું છે.

 તેમણે કહ્યું હતું કેધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિસ્તારોમાંનું એક છેજે હાઇ-ટેક ઉત્પાદન માટે સજ્જ છે. આ ઉપરાંત ગિફ્ટ સિટી રોકાણકારો માટે અભૂતપૂર્વ નાણાકીય માળખું પૂરું પાડે છેજે ગુજરાતને વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને ઉદ્યોગ માટે એક આદર્શ રાજ્ય બનાવે છે.

 આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી સચિવ શ્રી પી. ભરતીએ જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભારત હવે માત્ર ટેકનોલોજીનું બજાર જ નહીંપરંતુ એક મહત્વપૂર્ણ નિર્માતા બનવા તરફ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભવિષ્યની રાહ જોતું નથીપરંતુ તેનું નિર્માણ કરી રહ્યું છે. આ કોન્ફરન્સ માત્ર એક મેળાવડો નથીપરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર થવાની ગુજરાતની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 આ કોન્ફરન્સમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા વૈશ્વિક સ્તરના દિગ્ગજો સહભાગી થયા હતા. થીમેટિક પેનલ્સ મેન્યુફેક્ચરિંગઈન્ફ્રાસ્ટ્રક્ચરફાઈનાન્સ, R&D અને ફ્યુચર સ્કિલ્સ પર કોન્ફરન્સમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જાપાન અને તાઈવાન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે ‘કન્ટ્રી રાઉન્ડ ટેબલ’નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મમતા વર્માઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપધોલેરા SIR ના સીઈઓ શ્રી કુલદીપ આર્યગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર શ્રી નેહા કુમારી સહિત આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા સીઇઓએમડીરિસર્ચરઇનોવેટર્સડેલિગેટ્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.