દુબઈમાં અટવાયેલા ભારતીયો ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા
અંદાજે ૨૫,૦૦૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ અને વ્યવસાયિકો ખાડી દેશોમાં ફસાયા હોવાનો અંદાજ-ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં અનેક ગુજરાતીઓ ફસાયા -ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ
અમદાવાદ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ, મક્કા અને ઈઝરાયલમાં અમદાવાદ, બનાસકાંઠાના પાલનપુર, પોરબંદર સહિતના ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. યુદ્ધના દરમિયાન પોતાના સ્વજનો વિદેશમાં ફસાતાં ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરી છે. Stranded Indian passengers return India from Dubai on special flight. Bengaluru airport.
મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈમાં ફસાયેલા ભારતીય મુસાફરો માટે ભારત સરકાર દ્વારા વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ફ્લાઈટ મંગળવારે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. એરપોર્ટ પર ઉતરેલા મુસાફરો અને તેમના પરિવારજનોના ચહેરા પર રાહતની લાગણી જોવા મળી હતી. બેંગલુરુ એરપોર્ટ પરથી સામે આવેલા દ્રશ્યોમાં મુસાફરો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આભાર માનતા જોવા મળ્યા હતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે છેક બનાસકાંઠાના પાલનપુર સુધી સંભળાઈ રહ્યા છે. દુબઈમાં રોજગારી અર્થે ગયેલા પાલનપુરના ૨૦ જેટલાં યુવકો હાલ ત્યાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એરબેઝ બંધ હોવાથી તેઓ વતન પરત ફરી શકતા નથી. જો કે, આ યુવાનો સુરક્ષિત હોવાનું જણાય છે, પરંતુ યુદ્ધના ભણકારાને લઈને પરિવારના જીવ અધ્ધર થઈ ગયા છે.
ફસાયેલા યુવકોના જણાવ્યા મુજબ, દુબઈમાં અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં સંભળાતા હવાઈ હુમલાના અવાજોથી ભયનો માહોલ સર્જાયો છે. આવી સ્થિતિમાં ચિંતિત પરિવારજનો પોતાના સંતાનોને વીડિયો કોલના માધ્યમથી સુરક્ષાની ખાતરી કરી રહ્યા છે. આ મામલે પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે.
VIDEO | Stranded Indian passengers return India from Dubai on special flight. Visuals from Bengaluru airport.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/gTO90fGYqk
— Press Trust of India (@PTI_News) March 3, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અરાજકતા અને ફ્લાઈટ્સ રદ થવાના કારણે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મક્કામાં ઉમરાહની યાત્રામાં ગયેલા અમદાવાદીઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. અનેક ફ્લાઈટ્સ રદ થતાં વતન પરત ફરતાં અનેક ગુજરાતીઓ એરપોર્ટ અટવાયા છે.
મક્કામાં ફસાયેલા લોકોનું કહેવું છે કે, ‘મક્કામાં ફસાયેલા ૫૫ જેટલાં લોકો એક હોટલમાં રોકાયા છે. યુદ્ધની સ્થિતિમાં હોટલોના ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવાતા મુશ્કેલીમાં મૂકાયા છીએ.’ આ મામલે ગુજરાતી પરિવારોએ ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરીને તેઓના પરિવારના લોકોને પરત લાવવાની માંગ કરી છે.
પોરબંદરના ૧૦થી વધુ લોકો ઈઝરાયલમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને માહિતી આપી હતી.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા લોહિયાળ જંગને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
આ સંઘર્ષની વચ્ચે અંદાજે ૨૫,૦૦૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ અને વ્યવસાયિકો ખાડી દેશોમાં ફસાયા હોવાનો અંદાજ છે. આ કપરી પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત વતન પરત લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે.
રાહતના સમાચાર એ છે કે જીસીસીઆઈ અને વિદેશ મંત્રાલયના પ્રયાસોથી અનેક ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધી શકાયો છે. ય્ઝ્રઝ્રૈંના હોદ્દેદાર સંજીવ છાજરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફસાયેલા લોકોને ત્યાંની સ્થાનિક સરકારો દ્વારા સુરક્ષિત રીતે હોટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના રહેવા અને જમવાનો તમામ ખર્ચ સ્થાનિક સરકાર ભોગવી રહી છે. હાલમાં કોઈપણ પરિવારે પેનિક (ગભરાવાની) જરૂર નથી, તમામ લોકો સુરક્ષિત છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયને પત્ર લખીને ખાસ રજૂઆત કરશે. તેમજ જ્યારે પણ હવાઈ સેવાઓ ફરી શરૂ થાય, ત્યારે સામાન્ય વિમાનોને બદલે મોટી ‘એરબસ’ મોકલવામાં આવે
જેથી વધુમાં વધુ લોકોને એકસાથે ભારત લાવી શકાય, પ્રવાસીઓને અગ્રતા આપીને તેમને સુરક્ષિત કોરિડોર મારફતે વતન પરત લાવવામાં આવે, ભારતીય દૂતાવાસો દ્વારા સતત દેખરેખ રાખીને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને પ્રત્યેક ગુજરાતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ય્ઝ્રઝ્રૈં કટિબદ્ધ છે. પ્રવાસીઓના પરિવારો પણ સતત ચેમ્બરના સંપર્કમાં રહીને માહિતી મેળવી રહ્યા છે.
